🔥 TRENDING સુરતના પાલસાણા તાલુકામાં ટીબી મુક્ત ભા... સુરતના પલસાણા તાલુકામાં પીએમ કિસાન સન્... રાણીપ પોલીસ સ્ટેશનમાં જુગારધામ તોડ્યો,... ઇકો અને એક્ટિવા ગાડીઓનો ભયંકર અથડામણ:... Tamil Nadu Grants Five-Year Age Relaxa... Madhya Pradesh to Mark Foundation Day...
30 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતના માંગરોળમાં કીમ નદીમાં તણાતાં બે પરપ્રાંતીય યુવકોને સ્થાનિકોએ બચાવ્યા

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 30 Oct 2026, 09:21 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં કીમ નદીમાં નાહતી વખતે બે પરપ્રાંતીય યુવકો તણાઈ ગયા હોવાનું બતાવામાં આવ્યું છે. સ્થાનિક યુવકોએ સમયસૂચકતા દાખવી બંનેને પાણીમાંથી બચાવી લીધા છે.

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામ નજીક આવેલી કીમ નદીમાં બે પરપ્રાંતીય યુવકો નાહવા ઉતર્યા હતા. જોકે, નદીમાં પાણીનું તેજ વહેણ હોવાથી બંને યુવકો પાણીમાં તણાઈ ગયા હતા, જેના કારણે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે હાજર સ્થાનિક યુવકોએ સમયસૂચકતા દાખવી પોતાના જીવના જોખમે બંને યુવકોને પાણીમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

સ્થાનિક લોકોએ આ ઘટનામાં બતાવેલી સહયોગી ભૂમિકાની પ્રશંસા કરવામાં આવી છે. બંને યુવકોની સ્થિતિ સ્થિર હોવાનું જણાવામાં આવ્યું છે.
📲Get App