🔥 TRENDING காரைக்குடி பகுதியில் கடும் பனி மூ ட்டம... Bihar Museum Ranks 9th Among World's T... Noel Names Top Lawyer Friend as Trent'... जमीयत उलेमा-ए-हिंद का दो दिवसीय वार्षि... खोखला हो रहा NH 28 A का पुल मधेपुरा में पतरघट पथ परियोजना के लिए द...
30 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

નવસારીમાં હોટેલ-ગેસ્ટહાઉસમાં રોકતા મુસાફરોની વિગત એપમાં નોધાવી ફરજિયાત

✍️ Reporter: Kamlesh Solanki 🗓 30 Oct 2026, 09:19 AM 👁 45
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવસારીમાં હોટેલ-ગેસ્ટહાઉસમાં રોકતા મુસાફરોની વિગત એપમાં નોધાવી ફરજિયાત

નવસારીમાં હોટેલ-ગેસ્ટહાઉસમાં રોકતા મુસાફરોની વિગત એપમાં નોધાવી ફરજિયાત

નવસારીમાં હોટેલ-ગેસ્ટહાઉસ, રિસોર્ટ,ફાર્મહાઉસ, ધર્મશાળા,મુશાફરખાના,કલબહાઉસ સહિતના સ્થળોએ ભાડે રોકતા મુસાફરોની વિગતો ઓન્
લાઇન ઉપલબ્ધ રહે તે હેતુથી નવસારી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.એન.લિખિયાએ જાહેરનામું બહાર પાડ્યું છે.જાહેરનામા મુજબ તમામ સંબંધિત સ્થળોના માલિકો,સંચાલકો અને જવાબદાર વ્યક્તિઑએ રિસેપ્શન કાઉન્ટર પર ઇન્ટરનેટ સુવિધા સાથે કમ્પ્યુટર રખવાનું રહેશે.
મેન્યુયલ રજીસ્ટરમાં નોંધતી તમામ એન્ટ્રીઑ ગુજરાત પોલીસની pathik એપમાં ઓનલાઇન કરવાની રહેશે.જેથી મુસાફરોની વિગતો દૈનિક ધોરણે ઉપલબ્ધ રહે.

આનો હેતુ શું છે?
- મુસાફરોની ઓળખની ચકાસણી.
- ગુનાહિત અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર.
- જાહેર સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવી.
- જરૂર પડે ત્યારે પોલીસને મુસાફરોની માહિતી ઉપલબ્ધ કરાવવી.
📲Get App