🔥 TRENDING સોનાની કિંમતોમાં ઘટાડો, વડોદરા અને આસપ... नवादा के वारिसलीगंज के मकनपुर में नई च... Cyclone Arnab Draws Moisture from Tami... Madhya Pradesh Govt Transfers 12 IPS O... Cyclone Threatens Odisha Coast Ahead o... સુરતમાં પુણા ગામમાં પાણીની કમી અને પ્ર...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શન હેઠળ રાજયમાં અછતની પરિસ્થિતિને પહોંચી વળવા તમામ જરૂરી વ્યવસ્થાઓ સુદ્રઢ કરવામાં આવી

✍️ Reporter: Solanki Bhadreshkumar Javanbhai 🗓 29 Oct 2026, 10:08 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુખ્ય આયોજન 👇 🔹 જરૂરિયાતમંદ ગામોમાં પીવાના પાણીની વ્યવસ્થા માટે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી. 🔹 ઘાસચારો તેમજ પશુ સારવારની પૂરતી સુવિધા માટે આગોતરું આયોજન. 🔹 કૂવા ઊંડા કરવા, જરૂર

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શન હેઠળ રાજયમાં અછતની પરિસ્થિતિને પહોંચી વળવા તમામ જરૂરી વ્યવસ્થાઓ સુદ્રઢ કરવામાં આવી રહી છે. ત્યારે આજે પોરબંદર ખાતે સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાજીની ઉપસ્થિતિમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી. જેમાં પાણીની ઉપલબ્ધતા, ડેમોમાં જળસંગ્રહ, ઘાસ વિતરણ વ્યવસ્થા, પશુપાલન, પાણીની વૈકલ્પિક વ્યવસ્થાઓ તથા રોજગારીલક્ષી કામો સહિત અછત નિવારણના તમામ મહત્વપૂર્ણ પાસાઓની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી.

મુખ્ય આયોજન 👇
🔹 જરૂરિયાતમંદ ગામોમાં પીવાના પાણીની વ્યવસ્થા માટે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી.
🔹 ઘાસચારો તેમજ પશુ સારવારની પૂરતી સુવિધા માટે આગોતરું આયોજન.
🔹 કૂવા ઊંડા કરવા, જરૂરિયાત મુજબ નવા બોર બનાવવા અને પાણીની વૈકલ્પિક સુવિધાઓ ઉભી કરવી.
🔹 અછતલક્ષી કામો થકી સ્થાનિક શ્રમિકો માટે રોજગારીની નવી તકો.
🔹 ગામોની સ્થાનિક જરૂરિયાત મુજબ ઝડપી મંજૂરી અને વિવિધ વિભાગો વચ્ચે શ્રેષ્ઠ સંકલન.

ગામોના સતત સંપર્કમાં રહી સ્થાનિક તકલીફોનો ત્વરિત ઉકેલ લાવવા, પીવાના પાણી સંબંધિત મંજૂરીઓમાં વિલંબ ટાળવા અને જરૂરિયાત મુજબ તાત્કાલિક પાણી વિતરણ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.

અછતની પરિસ્થિતિમાં સમયસર યોગ્ય પગલાં લઈને જનતા અને પશુધનને મુશ્કેલીથી બચાવવાં એ અમારી નૈતિક જવાબદારી છે. દરેક અસરગ્રસ્ત વિસ્તાર સુધી જરૂરી સુવિધાઓ અને રાહત પહોંચે તે માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે કટિબદ્ધ છે.

#Porbandar #PublicService #WaterSecurity #GujaratGovernment #GoodGovernance
📲Get App