🔥 TRENDING અરવલ્લીમાં શામળાજી પોલીસે રાજસ્થાન બોર... Assam Assembly Forms Members’ Amenitie... Suspected Murder of 25‑Year‑Old Man in... Food Safety Dept Seizes 298 kg Mava, S... Madhya Pradesh to Freeze Transfers Jan... 27-Year-Old Bhopal Man Dies After Fall...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

જૂનાગઢમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી માટે મેયર ધર્મેશ પોશીયાની અધ્યક્ષતામાં બેઠક

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 29 Oct 2026, 07:15 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ૩૧ ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે એકતા રેલી, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સન્માન સમારોહનો આયોજન નક્કી કરવામાં આવ્યો છે. આ અંગેની બેઠકમાં મેયર, ધારાસભ્ય અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ વિસ્તૃત ચર્ચા કરી.

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રના લોખંડી પુરુષ માન.શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે આગામી તા. ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ શહેરમાં “રાષ્ટ્રીય એકતા દિવસ”ની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવશે. આ અંતર્ગત શહેરમાં યોજાનાર કાર્યક્રમોની રૂપરેખા અને વ્યુહરચના નક્કી કરવા માટે આજે તા. ૨૯/૧૦/૨૦૨૬ના રોજ જૂનાગઢ મહાનગરપાલિકાનાં વીર સાવરકર મીટીંગ હોલ ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં માન. મેયરશ્રી ધર્મેશ ડી. પોશીયા, ધારાસભ્ય સંજય કોરડીયા, કમિશનરશ્રી આઈ.આર. વાળા, ડેપ્યુટી મેયરશ્રી આકાશભાઈ કટારા, સ્થાયી સમિતિ ચેરપર્સનશ્રી પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતાશ્રી મનનભાઈ અભાણી, શહેર પ્રમુખશ્રી ગૌરવભાઈ રૂપારેલિયા, નાયબ કમિશનરશ્રી કેતન સી. વાઘેલા તથા શ્રી જયેશ પી. વાજા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ, શિક્ષણ વિભાગ, પોલીસ વિભાગ સહિતના વિવિધ વિભાગોના પ્રતિનિધિશ્રીઓએ પણ ઉપસ્થિતિ જોડી સમગ્ર આયોજનને સફળ બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી.

રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સામાજિક સમરસતાનો સંદેશ લોકહૈયા સુધી પહોંચાડવાના હેતુસર તા. ૩૧/૧૦/૨૦૨૬ સવારે ૯:૦૦ કલાકે જીમખાના પાસે તથા સવારે ૯:૩૦ કલાકે પાદર ચોક, જોષીપરા ખાતે સરદાર સાહેબની પ્રતિમાને સૂતરની આંટી અને ફૂલહાર અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ બપોરે ૩:૩૦ કલાકે જીમખાના સ્થિત સરદાર પટેલ પ્રતિમાથી પ્રારંભ થઈ કાળવા ચોક અને રાણાવાવ ચોક થઈને એ.જી. સ્કૂલ મેદાન સુધી એકતા રેલી યોજાશે.

ઉપરાંત, સાંજે ૫:૦૦ કલાકે એ.જી. સ્કૂલ મેદાન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ, સન્માન સમારોહ, એકતા પરેડનું જીવંત પ્રસારણ તેમજ માન. પ્રધાનમંત્રીશ્રીનું ઉદ્બોધન યોજાનાર છે. આ કાર્યક્રમ સમાંતર રૂપે શહેરના ૧ થી ૧૫ તમામ વોર્ડમાં પણ આયોજિત કરવામાં આવ્યા છે, જેથી શહેરના દરેક ખૂણે એકતાનો સંદેશ પહોંચી શકે.
📲Get App