🔥 TRENDING Headless Body of 12-Year-Old Girl Disc... Coal Pile Collapse in Bokaro Claims Li... ED raids suspended patwari Navdeep Sin... Delhi Police raid in Jalandhar’s Model... ବେସରକାରୀ ଅନୁଦାନପ୍ରାପ୍ତ କଲେଜର ଭାରପ୍ରାପ୍... समदा राम सहाय से ग्लोबल स्कूल तक की क्...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા: ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ૨૧.૧૬૨ કિ.ગ્રા. લીલા ગાંજાની જપ્તી..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 29 Oct 2026, 06:33 PM 👁 61
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

એન્ટી નાર્કોટીકસ વિંગે ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ૨૫ નંગના લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા, કુલ ૨૧.૧૬૨ કિ.ગ્રા., મૂલ્ય ૧૦,૫૮,૧૦૦ રૂપિયા અને આરોપીને નાર્કોટિક્સ અધિનિયમ હેઠળ ધરપકડ કરવામાં આવી..

સાબરકાંઠાના-:
ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં એન્ટી નાર્કોટીકસ વિંગે ૨૫ નંગના લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા, કુલ વજન ૨૧.૧૬૨ કિ.ગ્રા. અને મૂલ્ય ૧૦,૫૮,૧૦૦ રૂપિયા. આ કામગીરી 'SAY NO TO DRUGS' મિશન હેઠળ કરવામાં આવી હતી.મિશન હેઠળ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહીલએ ગાંજાના વાવેતર અને વેચાણને રોકવા માટે એન્ટી નાર્કોટીકસ વિંગની રચના કરી હતી..

પેટ્રોલીંગ દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અભિજીતસિંહ શ્રવણસિંહ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સુશિલકુમાર નરસિંહભાઇને અડપોદરા ગામમાં ભુપેન્દ્રસિંહ ઉર્ફે ભરતસિંહ ભુરસિંહ ઝાલા દ્વારા ગેરકાયદેસર ગાંજાના છોડ વાવેતર વિશે માહિતી મળી.રેઇડ દરમિયાન ૨૧.૧૬૨ કિ.ગ્રા.ગાંજાના છોડ જપ્ત થયા અને આરોપીને એન.ડી.પી.એસ.અધિનિયમ કલમ ૮(સી),૨૦(a)(i) હેઠળ ધરપકડ કરવામાં આવી. પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં એલ.જે.વાળા પોલીસ ઇન્સપેક્ટર,જયદીપકુમાર દિનેશચંદ્ર આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,અભિજીતસિંહ શ્રવણસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,જયરાજસિંહ લાલસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,સુશીલકુમાર નરસિંહભાઇ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,સુમતીકુમાર ચંદુભાઇ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,હિતેંદ્રસિંહ કાળુસિંહ ડ્રાંઇવર પોલીસ કોન્સ્ટેબલ સહિતની ટીમે કામગીરી કરી.આ કામગીરીથી સાબરકાંઠા જિલ્લામાં નશાના રવાડાને અટકાવવામાં અને ગાંજાના ગેરકાયદેસર વાવેતરને રોકવામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું.
📲Get App