🔥 TRENDING Toyota Innova Hycross Facelift: India'... Kerala Orders Probe Into Six Nipah Dea... Telangana Introduces New Fire Safety N... Telangana Police Initiates Women's Saf... એ.સી.બી.એ આણંદમાં પી.એસ.આઇ. અને પ્રજાજ... Telangana's Tandur Pigeon Pea Makes Hi...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠામાં એન્ટી નાર્કોટિક્સ વિંગ દ્વારા ૨૧ કિલો ગાંજા સાથે આરોપીની ધરપકડ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 29 Oct 2026, 07:19 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં 'SAY NO TO DRUGS' મિશન અંતર્ગત એન્ટી નાર્કોટિક્સ વિંગે અડપોદરા ગામમાંથી ૨૫ છોડ અને ૨૧.૧૬૨ કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે.

સાબરકાંઠા જિલ્લામાં યુવાનોને નશાના રવાડે ના ચડે અને નાર્કોટિક્સ પદાર્થોના વેચાણને અટકાવવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક શ્રી ડો. પાર્થરાજસિંહ ગોહીલ (IPS) દ્વારા 'SAY NO TO DRUGS' મિશન અંતર્ગત એન્ટી નાર્કોટિક્સ વિંગની રચના કરવામાં આવી હતી. આ વિંગને નાર્કોટિક્સના ખરીદ-વેચાણ કરનાર ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન અ.પો.કોન્સ અભિજીતસિંહ શ્રવણસિંહ અને આ.પો.કોન્સ સુશિલકુમાર નરસિંહભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે અડપોદરા ગામમાં રહેતા ભુપેન્દ્રસિંહ ઉર્ફે ભરતસિંહ ભુરસિંહ ઝાલા (ઉંમર ૬૦ વર્ષ) પોતાના રહેણાંક ઘરની આજુબાજુ કબજા-ભોગવટાની જગ્યામાં ગેરકાયદેસર રીતે લીલા ગાંજાના છોડનું વાવેતર કરી રહ્યા છે. આ બાતમી આધારે એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે અડપોદરા ગામમાં રેઇડ કરી હતી.

રેઇડ દરમિયાન આરોપીના કબજામાંથી વનસ્પતિજન્ય ગાંજાના કુલ ૨૫ લીલા છોડ મળી આવ્યા હતા. આ છોડનું કુલ વજન ૨૧.૧૬૨ કિલોગ્રામ હતું, જેની બજાર કિંમત ૧૦,૫૮,૧૦૦ રૂપિયા છે. આરોપીએ પાસ પરમીટ વગર ગેરકાયદેસર રીતે આ માદક પદાર્થો રાખ્યા હતા, જેથી તેને પકડી પાડવામાં આવ્યો છે.

આમ, એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમને એન.ડી.પી.એસ. એક્ટ હેઠળનો ગુનો શોધવામાં સફળતા મળી છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી), ૨૦(a)(i) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કામગીરીમાં એલ.જી.વાળા પોલીસ ઇન્સપેક્ટર, એ.એસ.આઈ. જયદીપકુમાર દિનેશચંદ્ર અને અન્ય પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો.
📲Get App