🔥 TRENDING Tarun Tahiliani Picks Maya Diab for Du... Dia Mirza Denies Charging Fees for Pub... Bollywood Couples Kiara Advani‑Sidhart... Milind Soman Highlights Momentum as 4t... Karan Johar Reflects on 'Ae Dil Hai Mu... Salim Merchant Acquires Mumbai Commerc...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠામાં ૨ વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી પ્રાંતિજ પોલીસ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 28 Oct 2026, 03:54 PM 👁 36
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ-૧૩૮ મુજબના ગુન્હામાં સજા પામેલ અને છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા આરોપી શૈલેષકુમાર ચમારને પ્રાંતિજ પોલીસે ઝડપી પાડ્યો છે..

સાબરકાંઠામાં-:
પ્રાંતિજ પોલીસે ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ-૧૩૮ મુજબના ગુન્હામાં સજા પામેલ અને છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી નામદાર કોર્ટમાં હાજર કરવામાં સફળતા મેળવી છે. આ કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ), પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહીલ (સાબરકાંઠા) તથા એ.કે. પટેલ (વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક, હિંમતનગર) દ્વારા આપવામાં આવેલી સુચનાઓના આધારે કરવામાં આવી છે.પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. પઢેરીયાના સતત માર્ગદર્શન અને સુચનાઓના આધારે પોલીસ દ્વારા સજા વોરંટના આરોપીઓને શોધી કાઢવા માટે સતત પ્રયત્નો કરવામાં આવતા હતા.તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હરેશકુમાર ગેમરભાઈને ખાનગી રાહમાં એક મહત્વની બાતમી મળી હતી કે સજા વોરંટના આરોપી શૈલેષકુમાર ગોવિદભાઈ ચમાર (રહે. ઝીંઝવા, તા. પ્રાંતિજ, જિ. સાબરકાંઠા) ઝીંઝવા ગામે હાજર છે..

આ બાતમીની હકીકત ચકાસાયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સદર આરોપીને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલ આરોપીને નામદાર કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે.આમ પ્રાંતિજ પોલીસને છેલ્લા બે વર્ષથી સજા વોરંટના નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.આ પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓમાં ડી આર પઢેરીયા (પોલીસ ઇન્સ્પેક્ટર),હરેશકુમાર ગેમરભાઈ (આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ), ભાવિકકુમાર શામળભાઈ (આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ) અને મુકેશભાઈ રૂમાલભાઈ (આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ)નો સમાવેશ થાય છે.
📲Get App