Local
વિસનગરમાં ગ્રામીણ બેંકના પૂર્વ મેનેજરે રક્તદાન કેમ્પ યોજ્યો. સ્વ યાત્રિક રાવલની સ્મૃતિમાં આયોજન ૫૧ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું.

વિસનગરમાં ગ્રામીણ બેંકના પૂર્વ મેનેજર રોહિતભાઈ રાવલના પુત્ર સ્વ. યાત્રિક રાવલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો. આ કેમ્પમાં ૫૧ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું.યાત્રિકનું ગત વર્ષે માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. તેમના સ્મરણાર્થે પરિવારે સમાજમાં જાગૃતિ અને જરૂરિયાતમંદોને મદદ કરવાના હેતુથી આ કેમ્પનું આયોજન કર્યું.
વિસનગર વોલેનટરી બ્લડ બેંકના ચેરમેન રાજુભાઇ પટેલ, મેનેજીંગ ડાયરેકટર કિર્તીભાઈ પટેલ, પ્રવિણભાઇ ચૌધરી અને રોહિતભાઈ રાવલ હાજર રહ્યા. અગ્રણીઓએ રક્તદાન અંગે લોકજાગૃતિ વધારવા પર ભાર મૂક્યો.
આ કેમ્પ સાથે ગુજરાત બ્લડ ફેડરેશનના પ્રમુખ મનીષભાઈના નેતૃત્વમાં નીકળેલી બાઇક રેલી પણ વિસનગર પહોંચી. આ રેલી ૧ ઓક્ટોબરથી ૩૧ ઓક્ટોબર સુધી રાજ્યમાં રક્તદાન જાગૃતિ અભિયાન ચલાવી રહી છે.