🔥 TRENDING ମାଲକାନଗିରିକୁ ମରୁଡ଼ି ଜିଲା ଘୋଷଣା ଦାବିକଲା... आदिवासी भागातील प्राथमिक शिक्षकांना मो... आरोप है कि ठेकेदार का फरवरी से 10 लाख... PACS Union Members Strike Over Unmet D... Gadkari Announces 1.5‑Hour Delhi‑Harid... 34‑year‑old Delhi man with zero saving...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગોરા બ્રિજ પર પથ્થરોમાંથી સાકાર થયો વિશાળ મગર, સ્ટેચ્યુ ઑફ યુનિટીનો નયનરમ્ય નજારો બન્યો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 28 Oct 2026, 07:12 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના એકતાનગરમાં ગોરા બ્રિજ પર નાના પથ્થરોમાંથી તૈયાર કરાયેલી વિશાળ મગરની કૃત્રિમ પ્રતિકૃતિ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. મગરના આકર્ષક આકાર અને બારીક કારીગરીને કારણે અહીંથી પસાર થતા સહેલાણીઓ થોભીને આ કલાકૃતિને નિહાળે છે અને તસવીરો પણ લે છે.
ધાર્મિક માન્યતા અનુસાર મગરને નર્મદા માતાના વાહન તરીકે ઓળખવામાં આવે છે, જેના કારણે આ પ્રતિકૃતિ ધાર્મિક આસ્થા અને સર્જનાત્મક કલાનું અનોખું પ્રતીક બની રહી છે.
ગોરા બ્રિજ પરથી નર્મદા નદીનો વિશાળ જળવિસ્તાર, કુદરતી સૌંદર્ય અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીનો ભવ્ય નજારો પણ જોવા મળે છે. પથ્થરોમાંથી તૈયાર કરાયેલી મગરની આ વિશાળ પ્રતિકૃતિ એકતાનગરના પ્રવાસન આકર્ષણમાં વધારો કરી રહી છે અને પ્રવાસીઓ માટે યાદગાર તસવીરો લેવાનું સુંદર સ્થળ બની રહી છે.
📲Get App