🔥 TRENDING 14-year-old Mohit Raj found dead after... Cyclone Arnab Passes Andhra Pradesh Wi... ઇઝરાઇલ ની ચુંટણી મા આરબ મતદારો નો વધાર... Andhra Pradesh Schools Remain Closed –... Gujarat Giants Finalise 2027 WPL Squad... Andhra Pradesh MPTC, ZPTC polls moved...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અરવલ્લી જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં નવી પોલીસ કેન્ટીનનું ઉદ્ઘાટન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 28 Oct 2026, 11:58 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહિલા સભ્ય સાંસદ શોભનાબેન બારૈયાની હસ્તે અર્બલ્લી પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે વેલફેર ફંડ હેઠળ નવી કેન્ટીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું..

અરવલ્લી જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના કલ્યાણને ધ્યાનમાં રાખીને વેલફેર ફંડ દ્વારા સંચાલિત નવી પોલીસ કેન્ટીનનું ઉદ્ઘાટન માનનીય સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની હસ્તે કરવામાં આવ્યું.આ કેન્ટીનની સ્થાપનાથી હેડક્વાર્ટરમાં જ પોલીસ અધિકારીઓ અને સ્ટાફને રોજિંદા જીવન માટે જરૂરી કરિયાણાની વસ્તુઓ વ્યાજબી ભાવે સરળતાથી ઉપલબ્ધ થશે, જે તેમની સુવિધા અને કામદક્ષતા વધારશે.

ઉદ્ઘાટન સમારંભમાં સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય ભીખુસિંહજી પરમાર,જિલ્લા भाजपा પ્રમુખ શ્રી ભીખાજી ઠાકોર, અરવલ્લી જિલ્લા કલેક્ટર,અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.અરવલ્લી જિલ્લા પોલીસના અધિકારીઓ, સ્ટાફ અને પોલીસ પરિવારના સભ્યો પણ સમારંભમાં હાજર રહી કાર્યક્રમની શોભા વધારી, નવા કેન્ટીનને શુભેચ્છાઓ પાઠવી.
📲Get App