🔥 TRENDING जयशंकर रामलीला समिति ने उन्नाव के सोहो... बांसवाड़ा में पंचायती राज चुनाव के द्व... भगवान वाल्मीकि महाराज का प्रकट दिवस धू... खेत बचाओ अभियान में हरिद्वार के किसानो... बंगाल का तूफ़ान जामशेदपुर में भी पहुँच... PM Modi to Inaugurate Banas Dairy's Au...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

જામનગરમાં જમીન વિવાદમાં મારામારીની ફરિયાદ, ત્રાસથી કંટાળી વ્યક્તિએ ફિનાઇલ પીધો

✍️ Reporter: VIKRAM PATA 🗓 27 Oct 2026, 03:28 PM 👁 45
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જામનગરમાં જમીન સંબંધિત વિવાદમાં મારામારીનો આક્ષેપ થયો, અને તણાવથી પીડિત વ્યક્તિએ ફિનાઇલ પીધો.

જામનગરના નંદનવન સોસાયટી વિસ્તારમાં 600 ચોરસ ફૂટ જમીનના બદલામાં બે રૂમ આપવાના મૌખિક કરારના વિવાદમાં રિક્ષાચાલક યોગેશભાઈ અમરશીભાઈ મકવાણા (ઉં.વ. 44)એ કમલભાઈ મનોજભાઈ મકવાણા અને તેમનાં માતા કાંતાબેન સામે મરચાની ચટણી ફેંકી મારામારી કરવા, ગાળો ભાંડવા અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, છ વર્ષ પહેલાં જમીન આપ્યા છતાં બે રૂમ નહીં મળતાં યોગેશભાઈ ગત 25 ઓક્ટોબરે વાત કરવા ગયા હતા, ત્યારે તેમની સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ કથિત ત્રાસથી કંટાળીને તેમણે કમલભાઈના ઘર પાસે ફિનાઇલ પી લેતાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ મામલે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
📲Get App