🔥 TRENDING સુરેન્દ્રનગરમાં PGVCLની 31 ટીમોએ 8 ગામ... હિંમતનગરમાં અષ્ટસિદ્ધિ માનસ હનુમાન દાદ... मत वाचवा देश वाचवा संविधान वाचवा लोकशा... સાબરમતી રિવરફ્રન્ટ પર 25 કરોડના ડ્રગ ક... उड़ान झारखंड ने मेदिनीनगर में टी‑20 क्... अंबिकापुर में सुसीमा ट्रॉफी शतरंज प्रत...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા શહેરમાં શરદપૂનમ નિમિત્તે રામદૂત હનુમાનજી મંદિરે સત્સંગ રાસ ગરબાનું ભવ્ય આયોજન

✍️ Reporter: Anil Vaghela 🗓 27 Oct 2026, 07:22 AM 👁 18
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા શહેરમાં શરદપૂનમ નિમિત્તે રામદૂત હનુમાનજી મંદિરે સત્સંગ રાસ ગરબાનું ભવ્ય આયોજન

રાજુલા શહેરમાં શરદપૂનમના પાવન અવસરે ઉદ્યોગ મંદિર પાસે આવેલ રામદૂત હનુમાનજી મંદિરે સત્સંગ રાસ ગરબાનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ આયોજન લાભુબેન ટાંક દ્વારા કરવામાં આવ્યું હતું. શરદપૂનમના અનેરા અવસરે યોજાયેલ આ સત્સંગ રાસ ગરબામાં બહોળી સંખ્યામાં બહેનો, દીકરીઓ અને માતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ સત્સંગ મંડળમાં પલવીબેન તેરૈયા, હેતલબેન ટાંક, હર્ષાબેન ટાંક, ભાવનાબેન પરમાર, નર્મતાબેન, પંડિત ગીતાબેન ટાંક સહિત પૂનમના સત્સંગ મંડળની બહેનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને ભક્તિમય માહોલ સર્જ્યો હતો.

સમગ્ર કાર્યક્રમ ભક્તિ અને આનંદ ઉલ્લાસ સાથે સંપન્ન થયો હતો

દેવશીભાઈ
📲Get App