🔥 TRENDING Goa Daily Domestic Flights to Decline... MRPL wins two National Innovation Awar... Siemens Energy India Opens Tech Traini... પાટણ પોલીસની મોટી કાર્યવાહી: 260 સ્થળો... ಉಡುಪಿಗೆ ಶೀಘ್ರದಲ್ಲೇ 'ಸಂಪೂರ್ಣ ಸಾಕ್ಷರತಾ ಜ... सैंथल थाना पुलिस की कार्रवाई: गांजा तस...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમરેલીમાં ઇરીગેશન વિભાગના અધિકારીઓ વિરુદ્ધ એસીબીએ કર્યો લાંચનો ટ્રેપ,રૂપિયા ૫૧ હજાર રિકવર..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 27 Oct 2026, 05:46 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલીના ઇરીગેશન વિભાગમાં ફરજ પરના બે અધિકારીઓએ બાકી રકમ મંજૂર કરવાના બદલે રૂપિયા ૫૧,૦૦૦ની લાંચ માંગી હતી.ફરીયાદ આધારે એસીબી પોલીસે આરોપીઓને લાંચ સ્વીકારતા પકડી પાડ્યા છે..

અમરેલીમાં-:
એસીબી પોલીસે ઇરીગેશન વિભાગના બે અધિકારીઓ વિરુદ્ધ લાંચનો ટ્રેપ સફળ બનાવ્યો છે. ટ્રેપમાં રૂ. ૫૧,૦૦૦ની લાંચ રિકવર કરવામાં આવી છે.આ ટ્રેપ ૨૭ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ અમરેલી શહેરમાં આવેલી ઇરીગેશન કચેરી ખાતે કરવામાં આવ્યો હતો.આ ટ્રેપિંગ ઓપરેશનમાં પોલીસ ઇન્સ્પેકટર ડી.બી.ડાભી અને એસીબી સ્ટાફે મદદ કરી હતી.ફરીયાદી, જેમને ઇરીગેશન વિભાગ તરફથી વર્ષ ૨૦૨૫-૨૦૨૬ દરમિયાન અલગ-અલગ બાંધકામ માટે વર્ક ઓર્ડર મળ્યા હતા, તેમણે જણાવ્યું હતું કે કામગીરી પૂર્ણ કર્યા બાદ તેમની કંસ્ટ્રક્શન કંપનીના એકાઉન્ટમાં બિલના નાણાં જમા થયા હતા. પરંતુ બાકી રહેલા બિલના નાણાં અને મટિરિયલ ટેસ્ટિંગ બિલની રકમ મંજૂર કરવામાં વિલંબ થઈ રહ્યો હતો.આ બાકી રકમ મંજૂર કરવાના બદલે, આરોપી નંબર ૧એ પહેલાં ચુકવેલ બિલની રકમના એક ટકા દરે રૂ. ૫૧,૦૦૦ની લાંચની માંગણી કરી હતી..

લાંચની આ માંગણીને ફરીયાદીએ નકારી કાઢતાં,તેઓએ અમરેલી એસીબી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી હતી.આ ફરીયાદના આધારે એસીબી પોલીસે લાંચનો ટ્રેપ આયોજિત કર્યો હતો. ટ્રેપ દરમિયાન, આરોપી નંબર ૧ના કહેવાથી આરોપી નંબર ૨એ ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂ. ૫૧,૦૦૦ સ્વીકારી લીધી હતી. આમ, બંને આરોપીઓને લાંચ સ્વીકારતા પકડી પાડવામાં આવ્યા છે.આ ટ્રેપમાં પકડાયેલા આરોપીઓમાં રાકેશ વિનોદરાય ભટ્ટ (ઉંમર ૫૦ વર્ષ), જેઓ જુનિયર ક્લાર્ક (વર્ગ ૦૩) તરીકે ફરજ પર છે અને લાઠી રોડ, રોયલ પાર્ક સોસાયટી, અમરેલીમાં રહે છે, તેમજ જયદિપ ચતુરભાઈ હરીયાણી (ઉંમર ૩૦ વર્ષ), જેઓ કરાર આધારિત પટ્ટાવાળા તરીકે ફરજ પર છે અને લાઠી રોડ, બ્રાહ્મણ સોસાયટી, અમરેલીમાં રહે છે,તેઓ સામેલ છે.બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
📲Get App