દામનગર રેલવે ફાટક નં. ૧૧/સી વાહનવ્યવહાર માટે બંધ; વૈકલ્પિક રૂટ જાહેર

૧૬ નવેમ્બર સુધી આવનજાવન માટે વૈકલ્પિક રૂટ અનુસરવા સૂચના
અમરેલી તા. ૨૬ ઓક્ટોબર
દામનગર શહેર ખાતે દામનગરથી ભુરખીયા તરફ જતા રસ્તા પર આવેલ રેલવે ફાટક નં. ૧૧/સી ઉપર ઓવરબ્રિજની કામગીરી પ્રગતિમાં છે. આ કામગીરી શરૂ રહે તે દરમિયાન તમામ વાહનોની અવર-જવર સંપૂર્ણ પણે બંધ કરવામાં આવી છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અમરેલી શ્રી એ.એ.ડોડિયા એ ગુજરાત પોલીસ અધિનિયમ-૩૩(૦૧)(બી) અંતર્ગત જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે.
આ માટે લાઠી-ભુરખીયા તરફથી આવતા અને ઢસા-દામનનગર તરફથી આવતા જતા વાહનો માટે વૈકલ્પિક રૂટ આપવામાં આવ્યો છે. વાહન ચાલકોએ વૈકલ્પિક રૂટ અનુસરવાનો રહેશે.
વૈકલ્પિક રૂટ -૦૧ મુજબ, લાઠી ભુરખીયા તરફથી આવતા વાહન ચાલકોએ ગુરુકુળના આગળના ભાગેથી બજરંગનગર-છભાડીયા ફાટકથી અવાડા ચોકથી નગરપાલીકા મેઈન રોડ પરથી પસાર થવાનું રહેશે.
વૈકલ્પિક રૂટ -૦૨ ઢસા-દામનગર તરફથી આવતા વાહનોએ નગરપાલિકા મેઈન રોડ-અવાડા ચોકથી, છભાડીયા ફાટક વાયા બજરંગનગર થઈને ગુરુકુળના આગળના ભાગેથી લાઠી-ભુરખીયા રોડ પરથી પસાર થવાનું રહેશે.
આ જાહેરનામું તા. ૧૬.૧૧.૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧માં દર્શાવેલ ષિક્ષાને પાત્ર ઠરશે.