🔥 TRENDING સુરતના કતારગામમાં વિમાનમાંથી કચરો પડ્ય... सारनाथ पुलिस ने मारपीट-लूट व जानलेवा ह... ઘરેથી તૈયાર થતાં કેડિયા અને ચણિયા-ચોળી... ধর্ম রক্ষার পাশাপাশি দেশসেবাও জরুরি, ম... Abhishek Sharma's Century Powers India... कुसौरा में बालवीर नैना एवं भृगु क्लब ब...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

દિવાળી પહેલાં સાબરકાંઠામાં વિદેશી દારૂની હેરાફેરી પર કાંકોસ,૩.૪૮ લાખનો મુદ્દામાલ કબજે..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 27 Oct 2026, 07:34 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં પોલીસે દિવાળી તહેવાર પહેલાં વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી રોકવા માટે ખાસ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન પોલીસે એક વેગેનર ગાડીમાંથી ૮ પેટી અને ૯૬ બોટલ વિદેશી દારૂ સહિત કુલ ૩,૪૮,૩૬૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને બે આરોપીઓને અટકાયત કર્યા છે..

સાબરકાંઠામાં-:
દિવાળીના તહેવારને લઈને વિદેશી દારૂની હેરાફેરીમાં વધારો થઈ શકે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસે સતર્કતા વર્તાવી હતી.નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) અને સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલના સૂચનો અનુસાર નાયબ પોલીસ અધિક્ષક ડૉકટર કુલદિપકુમાર નાયી (ખેડબ્રહ્મા) અને ડી એન સાધુ (પોલીસ ઇન્સ્પેક્ટર, ખેડબ્રહ્મા)ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે સતત પેટ્રોલિંગ કરી રહી હતી.તા. ૨૬/૧૦/૨૦૨૬ ના રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એમ. વસૈયા,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ મહેન્દ્રસિંહ,વિનોદકુમાર મેવાભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અને યુવરાજસિંહ કિરીટસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ખેડબ્રહ્મા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.આ દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી મળી કે ગલોડીયાથી શ્યામનગર તરફ એક સફેદ રંગની વેગેનર ફોરવ્હીલ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો છે. આ બાતમીના આધારે પોલીસે શ્યામનગર ચાર રસ્તાથી ગોતા ગામ તરફ જતા રોડ પર નાકાબંધી કરીને વાહન તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ ગોતા ગામ તરફથી આવતી એક સફેદ રંગની વેગેનર ગાડી (નં. GJ.02.CL.3257)ને ઉભી રાખી હતી.ગાડીના ચાલકે પોતાનું નામ દિનેશભાઈ રતીલાલ પટેલ (રહે. ૭/બી આનંદપાર્ક સોસાયટી, ટી.બી રોડ, મહેસાણા) જણાવ્યું હતું,જ્યારે બાજુની સીટમાં બેઠેલા વ્યક્તિએ પોતાનું નામ સાંતુભા મણુભા ઝાલા (રહે. પ્રહલાદનગર સોસાયટી, સાંઈ ક્રિષ્ણા હોસ્પિટલ પાસે,મહેસાણા જણાવ્યું હતું..

ગાડીની પાછળની સીટ અને ડેકીમાં તપાસ કરતાં પોલીસે અલગ-અલગ બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૮ પેટી મળી આવી હતી,જેમાં કુલ ૯૬ બોટલોનો સમાવેશ થાય છે. આ દારૂની કિંમત ૯૬,૮૬૦ રૂપિયા નક્કી કરવામાં આવી છે. ઉપરાંત, આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે.આમ કુલ ૩,૪૮,૩૬૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટની કલમ ૬૫એઈ, ૧૧૬(બી), ૮૧ અને ૯૮(૨) મુજબ ગુનો નંબર ૧૧૨૦૯૦૨૮૨૬૧૦૪૮/૨૦૨૬ દાખલ કરવામાં આવ્યો છે.નોંધપાત્ર છે કે આરોપી દિનેશભાઈ રતીલાલ પટેલ વિરુદ્ધ પહેલેથી જ ઇડર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નંબર ૧૧૨૦૯૦૨૦૨૧૧૭૫૮/૨૦૨૧ નો ઇતિહાસ રહેલો છે.આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં ડી એન સાધુ પોલીસ ઇન્સ્પેકટર,એસ એમ વસૈયા પોલીસ સબ ઇન્સ્પેકટર,પ્રદીપસિંહ મહેન્દ્રસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,વિનોદભાઈ મેવાભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,યુવરાજસિંહ કિરીટસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલનો મહત્વનો ફાળો છે.
📲Get App