🔥 TRENDING Firing at Gurdwara Gate in Ludhiana, T... Bihar Education Dept probes Rs 17.49 l... 13 Deaths in Dewas: Illegal Liquor Net... Ujjain’s Gahira Dam Holds Only 27% of... BJP MLA Rameshwar Sharma says Madhya P... Air India Express launches thrice‑week...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસએ રાજસ્થાનમાં ઓનલાઇન ફ્રોડ કેસમાં આરોપીને ધરપકડ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 27 Oct 2026, 11:44 AM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા હિંમતનગરમાં નોંધાયેલ કેસમાં, ડી.એન.વસાવા ઇન્સ્પેક્ટરની ટીમે રાજસ્થાનના દિપેશ ભંવરલાલ ડબગરને ઓનલાઇન ફ્રોડમાં આરોપી તરીકે ધરપકડ કરી..

સાબરકાંઠામાં-:
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન હિંમતનગર દ્વારા 30/06/2026 ના રોજ નોંધાયેલ ગુ.ર.નં.112090582600050/2026 મુજબ ડી.એન.વસાવા ઇન્સ્પેક્ટરની ટીમે રાજસ્થાનમાં ઓનલાઇન ફ્રોડમાં આરોપીને ધરપકડ કરી.આ કેસમાં, આરોપીએ વિવિધ બેંકમાં ખાતા ખોલાવી, એકાઉન્ટ હોલ્ડર પાસેથી બેંક એકાઉન્ટ, એ.ટી.એમ.કાર્ડ, સીમકાર્ડ વિગત મેળવી અને NCCRP પોર્ટલમાં નોંધાયેલા 73 અરજદારો સાથે ઓનલાઇન છેતરપીંડી કરી.ફ્રોડના નાણાં કુલ રૂ.5,04,36,296/- માંથી રૂ.31,99,430/- બેંક એકાઉન્ટમાં જમા કરાવી અને સાયબર ફ્રોડ ટ્રાંજેક્શન વારંવાર કરવામાં આવ્યા..

આ કામગીરીમાં ડી એન વસાવા ઇન્સ્પેક્ટર,બી એન તરાલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર,અમિતભાઇ રામાભાઇ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ,શુકલજીતસિંહ પ્રવિણસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,કિશનકુમાર શનાભાઇ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વગેરે અધિકારીઓએ પ્રશંસનીય કામગીરી કરી.સાબરકાંઠા જિલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલે સાયબર ક્રાઇમ શોધવા માટે સૂચના આપી,જેનાથી આ સફળતા મળી.
📲Get App