🔥 ट्रेंडिंग नवादा में बिना नंबर प्लेट वाली नई गाड़... गर्जना बढ़ाया चक्रवात अर्णव, कोलकाता म... बिहार NEET PG काउंसलिंग 2026: पंजीकरण... बिहार बोर्ड ने कक्षा 9 और 11 के छात्रो... योगी आदित्यनाथ ने 'नया उत्तर प्रदेश' क... दिल्ली का पुराना आरटीआर फ्लाईओवर हल्के...
27 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

કડી પોલીસે ત્રિપુટી ચોરી ટોળકી પકડી,કોપર વાયર ચોરીનો કેસ ઉકેલ્યો...

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 26 अक्टू. 2026, 11:30 PM 👁 27
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કડી પોલીસ સ્ટેશનમાં ગોડાઉનમાંથી કોપર વાયરની ચોરી કરતી ત્રણ શંકાસ્પદોને અટકાયત કરી, ગુનાનો ભેદ ઉકેલી લીધો..

મહેસાણાના-:
કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કંપનીના ગોડાઉનમાંથી કોપર (તાંબા) ના વાયરની ઘરફોડ ચોરી કરતી એક સક્રિય ટોળકીને કડી પોલીસે ઝડપી પાડી છે.પોલીસે બાતમીના આધારે ત્રણ આરોપીઓને અટકાયત કરી મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે..

આ આરોપીઓમાં વિષ્ણુભાઈ ખેંગારભાઈ ગોકળભાઈ દંતાણી, અનીલભાઈ કાંતીભાઈ કેસાભાઈ દંતાણી અને ભરતભાઈ દશરથભાઈ લક્ષ્મણભાઈ દંતાણીનો સમાવેશ થાય છે. તેઓ બધા કડી રેલવે સ્ટેશન પાસે, ગાયત્રી સોસાયટીની બાજુમાં, છાપરામાં રહે છે.ભરતભાઈ દશરથભાઈ વિરુદ્ધ અગાઉ કલોલ અને કડી પોલીસ સ્ટેશનમાં ચોરી,ઘરફોડ ચોરી તેમજ પોક્સો એક્ટ હેઠળના ગુનાઓ નોંધાયેલા છે..

જ્યારે વિષ્ણુભાઈ વિરુદ્ધ પણ અગાઉ મારામારી,ચોરી અને પ્રોહીબિશનના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ એસ રબારી,પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર આર પરમાર,હેડ કોન્સ્ટેબલ જશવંતકુમાર પુરૂષોત્તમભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ભાવેશકુમાર જેમોરભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ મેલાજી બાબુજી સક્રિયપણે જોડાયા હતા.
📲Get App