🔥 ट्रेंडिंग लाइव लॉ ब्रेकिंग न्यूज़ अलर्ट्स: 26 अक... प्रसिद्ध शेफ के. दामोदरन का निधन, 72 व... 2026 में आस्ट्रो देवाली पर 75 घंटे का... WION ने 2027 के बाहर अमेरिका के शीर्ष... संपथ नंदी की फ़िल्म ‘शानार्थी’ ने वेलि... क्या 'धर्मन' भारत का सबसे बड़ा प्रोजेक्...
26 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

જૂનાગઢમાં ગિરનાર લીલી પરિક્રમાનો રૂટ કલેક્ટર દ્વારા નિરીક્ષણ

✍️ रिपोर्टर: Bhalodiya Samirkumar 🗓 26 अक्टू. 2026, 11:02 AM 👁 28
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગિરનાર લીલી પરિક્રમાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા અને પ્લાસ્ટિક મુક્તતા માટે જૂનાગઢ જિલ્લા કલેક્ટરે અધિકારીઓ સાથે માર્ગનું નિરીક્ષણ કર્યું.

જૂનાગઢ: ગિરનાર લીલી પવિત્ર પરિક્રમાની આવનારી યોજનાઓને ધ્યાનમાં રાખીને, જૂનાગઢ જિલ્લા કલેક્ટરએ આજરોજ સંબંધિત અધિકારીઓને સાથે રાખીને પરિક્રમા રૂટનું વિગતવાર નિરીક્ષણ કર્યું.

નિરીક્ષણ દરમિયાન પીવાના પાણીની વ્યવસ્થા, રસ્તાઓની સ્થિતિ, સાઇન બોર્ડ, વીજળીની પુરવઠા, સફાઈ અને યાત્રીઓ માટે જરૂરી અન્ય પ્રાથમિક સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી. સુવિધાઓ સુચારુ રહે અને પરિક્રમા દરમિયાન ભાવિકોને કોઈ અડચણ ન પડે તે માટે અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા.

ગિરનારની પવિત્રતા અને પ્રાકૃતિક સૌંદર્યનું સંરક્ષણ કરવા, કલેક્ટરે તમામ ભાવિકોને વિનંતી કરી કે પરિક્રમા દરમિયાન પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ સાથે ન લાવે. પ્લાસ્ટિક મુક્ત પરિક્રમાના સંકલ્પમાં સહભાગી બની, પર્યાવરણની કાળજી લેવા અને માર્ગને સ્વચ્છ રાખવા સહયોગ આપવાની અપેક્ષા છે.

વહીવટી તંત્ર અને દરેક ભાવિકની જવાબદારી સાથે, ગિરનાર લીલી પરિક્રમાને સ્વચ્છ અને સુંદર રાખી, તેની પવિત્રતા અને પ્રાકૃતિક સૌંદર્યનું જતન કરી શકાશે.
📲Get App