🔥 TRENDING ग्राउंड रिपोर्ट: कल्याणपुरा के विकास क... સ્ટ. ઝેવિયર્સ સ્કૂલથી એકતા નગર સુધી ડ્... MNS chief Raj Thackeray questions e‑ch... Yogi Adityanath Blames Congress and SP... 13 Special Trains To Facilitate UP PET... PM Modi lauds Yogi Adityanath's law‑an...
26 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય પરેડનું અંતિમ રિહર્સલ પૂરજોશમાં

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 26 Oct 2026, 03:17 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના એકતાનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે આગામી 31 ઑક્ટોબર, 2026ના રોજ યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય પરેડની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારી પરેડ માટે વિવિધ સુરક્ષા દળો દ્વારા અંતિમ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે.
પરેડમાં સીઆરપીએફ, બીએસએફ, સીઆઈએસએફ, આઈટીબીપી, એસએસબી, આસામ રાઇફલ્સ, એનએસજી અને એનડીઆરએફ સહિતનાં દળો ભાગ લેશે. આ ઉપરાંત વિવિધ રાજ્યોની પોલીસ ટુકડીઓ, એનસીસી કેડેટ્સ, બેન્ડ ટુકડીઓ અને ગાર્ડ ઑફ ઑનર પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.
બીએસએફની ડોગ સ્ક્વોડ અને જાંબાઝ મોટરસાઇકલ ટુકડીઓ સાથે ‘ફાઇટ અગેન્સ્ટ ડ્રગ્સ’ થીમ આધારિત રાષ્ટ્રીય બાઇક રેલી દ્વારા નશામુક્તિનો સંદેશ આપવામાં આવશે. પરેડની તૈયારીઓમાં શિસ્ત, સમયબદ્ધતા અને સંકલનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ ભવ્ય આયોજન રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત બનાવશે.
📲Get App