🔥 ट्रेंडिंग महबूबा मुफ्ती ने जम्मू-कश्मीर के साथ क... जम्मू में बीजेपी ने जम्मू-कश्मीर के एक... चोट के कारण एशियन चैंपियंस ट्रॉफी से ब... गुजरात रिफ़ाइनरी में रात 26 अक्टूबर को... પપ્પુ યાદવે CRPF જવાનને સ્ટેજ પરથી નીચ... 'कॅम्पा' निधीतून वनीकरण, मृद व जलसंधार...
27 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં ગુજરાત હાઈકોર્ટ એક્શનમાં; બંને પક્ષો આમને-સામને, આગામી ૨ નવેમ્બરે મોટી સુનાવણી.

✍️ रिपोर्टर: IRFAN MANGROLIYA 🗓 26 अक्टू. 2026, 11:08 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં ગુજરાત હાઈકોર્ટ એક્શનમાં; બંને પક્ષો આમને-સામને, આગામી ૨ નવેમ્બરે મોટી સુનાવણી.

ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં ગુજરાત હાઈકોર્ટ એક્શનમાં; બંને પક્ષો આમને-સામને, આગામી ૨ નવેમ્બરે મોટી સુનાવણી.

ગુજરાત હાઈકોર્ટે આ સંવેદનશીલ વિવાદમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI), મસ્જિદ ટ્રસ્ટ અને ભરૂચ કલેક્ટરને સત્તાવાર નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. કોર્ટે પરિસરમાંથી મળી આવેલી પુરાતત્વીય મૂર્તિના સંરક્ષણ માટે કડક આદેશ પણ આપ્યા છે.

આ સમગ્ર વિવાદ, બંને પક્ષોની માંગણીઓ અને કેસની અત્યાર સુધીની સ્થિતિ જોઇએ તો જૈન પક્ષની મુખ્ય માંગણીઓ અને દલીલો એવી છે જેમાં તેમનો પ્રાચીન મંદિર હોવાનો દાવો છે. અરજદારો એડવોકેટ હરિશંકર જૈન અને પાંચ સ્થાનિકોનો દાવો છે કે આ જામા મસ્જિદ મૂળ રીતે 'અશ્વબોધ તીર્થ' અથવા 'શકુનિકા વિહાર' નામનું પ્રાચીન જૈન મંદિર છે.

દાવા મુજબ તાજેતરમાં પરિસરના ભોંયરામાંથી જૈન ધર્મના ૧૯મા તીર્થંકર ભગવાન મલ્લીનાથની મૂર્તિ મળી આવી હતી, જેના પર વિક્રમ સંવત ૧૨૧૩નો શિલાલેખ કોતરેલો છે. તેને લઇને પૂજાની મંજૂરીની માંગ ઉઠી છે. જૈન પક્ષે આ મૂર્તિનું કાયમી રક્ષણ કરવા, મસ્જિદ તરીકેની વકફ નોંધણી રદ કરવા અને ત્યાં જૈન સમુદાયને પૂજા-અર્ચના કરવાની પરવાનગી આપવાની માંગ કરી છે.

બીજા પક્ષે મુસ્લિમ પક્ષની મુખ્ય માંગણીઓ અને દલીલો છે કે આ એક કાયદેસરની વકફ મિલકત છે. મસ્જિદ ટ્રસ્ટ અને વકફ બોર્ડની દલીલ છે કે આ ઇમારત સદીઓથી મસ્જિદ તરીકે જ કાર્યરત છે અને તે કાયદેસર રીતે નોંધાયેલી વકફ પ્રોપર્ટી છે.
તેમનું માનવું છે કે આ તેમની કરાઇ રહેલી ધાર્મિક દખલગીરી છે. મુસ્લિમ પક્ષે જૈન સમુદાયને પૂજા કરવાની મંજૂરી આપવાની માંગનો સખત વિરોધ કર્યો છે અને ત્યાં નમાજ ચાલુ રાખવા પર ભાર મૂક્યો છે.

તેમનાં દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિના આક્ષેપો કરાયા છે. ટ્રસ્ટે અગાઉ પોલીસ તંત્રને ફરિયાદ કરી હતી કે કેટલાક તત્વોએ મસ્જિદમાં ગેરકાયદે ઘૂસીને ધાર્મિક વિધિઓ કરવાનો પ્રયાસ કર્યો હતો, જે અટકાવવો જોઈએ જેથી ભરૂચની કોમી એકતા જાળવી શકાય.

આ કેસની અત્યાર સુધીની કાનૂની અપડેટ જોઇએ તો સરકારનો સ્વીકાર એમ છે કે હાઈકોર્ટની સુનાવણી દરમિયાન સરકારી વકીલે સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે પરિસરમાંથી જૈન તીર્થંકરની પ્રતિમા મળી આવી છે અને તેનું સંરક્ષણ કરવું જરૂરી છે.

હાઈકોર્ટના વચગાળાના આદેશ મુજબ અદાલતે ભરૂચ કલેક્ટર અને ASI ને આદેશ આપ્યો છે કે મસ્જિદના ભોંયરામાંથી મળેલી ભગવાન મલ્લીનાથની મૂર્તિ અને અન્ય ઐતિહાસિક સ્થાપત્યો સુરક્ષિત રહે અને તેને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તેની તકેદારી રાખવામાં આવે.

કોર્ટે ASI ના વડોદરા સર્કલને અરજદારો દ્વારા રજૂ કરાયેલા તમામ ઐતિહાસિક દસ્તાવેજો અને શિલાલેખોની પુરાતત્વીય દ્રષ્ટિએ તપાસ કરવા જણાવ્યું છે.

આ હાઈ-પ્રોફાઈલ કેસની આગામી નિર્ણાયક સુનાવણી ૨ નવેમ્બરના રોજ હાથ ધરાશે, જેમાં તમામ પક્ષો પોતાનો લેખિત જવાબ કોર્ટ સમક્ષ રજૂ કરશે. હવે જોવાનું એ રહ્યું કે તે દિવસે ફેસલો કોના પક્ષમા આવશે ?
📲Get App