🔥 TRENDING Mega Dam Project Sparks Protests in Ar... Mehbooba Mufti Reminds India of Promis... BJP Marks Accession Day in Jammu, Emph... Hockey Star Manpreet Singh Out of Asia... गुजरात रिफ़ाइनरी में रात 26 अक्टूबर को... પપ્પુ યાદવે CRPF જવાનને સ્ટેજ પરથી નીચ...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

ઈડર પ્રજાકીય વિદ્યોતેજક સમિતિની ટ્રસ્ટી મંડળની બેઠકમાં શૈક્ષણિક રણનીતિઓ નક્કી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 26 Oct 2026, 11:05 PM 👁 24
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઈડરનું સરપતાપ હાઈસ્કૂલ સેન્ટ્રલ હોલમાં યોજાયેલી ટ્રસ્ટી મંડળની વિશેષ બેઠકમાં વાર્ષિક હિસાબો મંજૂર થયા અને આગામી શૈક્ષણિક સત્ર માટે મહત્વપૂર્ણ રણનીતિઓ નક્કી કરવામાં આવી..

આજ રોજ ઈડર પ્રજાકીય વિદ્યોતેજક સમિતિ દ્વારા સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના ટ્રસ્ટી મંડળની વિશેષ બેઠક સરપતાપ હાઈસ્કૂલ સેન્ટ્રલ હોલ,ઈડર ખાતે યોજાઈ. બેઠકમાં સંસ્થાઓના વાર્ષિક હિસાબો મંજૂર કરવામાં આવ્યા.સંસ્થાઓના આગામી શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને સંસ્થાઓની સતત પ્રગતિ માટેની મહત્ત્વપૂર્ણ રણનીતિઓ પર ચર્ચા થઈ. ટ્રસ્ટી સભ્યોએ શિક્ષણની ગુણવત્તા ઉંચી કરવા અને માળખાકીય સુવિધાઓના વિકાસ માટે વિવિધ પગલાં નક્કી કર્યા..

વિશેષ ચર્ચાઓમાં શિક્ષણ સ્તરને વધુ ઉન્નત અને આધુનિક સુવિધાઓની સ્થાપના માટેની યોજના સામેલ હતી. ટ્રસ્ટી સભ્યોએ આ યોજનાઓને તાત્કાલિક અમલમાં મૂકવા માટે સમયસૂચી અને જવાબદારીઓ નક્કી કરી.બેઠકમાં નીચેની સંસ્થાઓનું પ્રતિનિધિત્વ હતું: સરપતાપ હાઈસ્કૂલ, ઈડર; તલકચંદ મ્યાનચંદ મહિલા આર્ટ્સ કોલેજ; સરસ્વતી ગર્લ્સ સ્કુલ અને વિવેકાનંદ વિદ્યાવિહાર. તમામ સંસ્થાઓએ સહકાર અને સમન્વય દ્વારા શૈક્ષણિક સ્તરને સુધારવા પ્રતિબદ્ધતા દર્શાવી.
📲Get App