🔥 TRENDING Maharashtra Forms SIT to Probe Manoj J... Jaipur Police Crack Fake Currency Ring... Shooting on Sabarmati Riverfront: Accu... हिमाचल आईएएस हेमराज बैरवा को दिल्ली वि... आगरा में शिक्षक निर्वाचन री‑पोल में ला... गोरखपुर‑फैजाबाद शिक्षक सीट के प्रेक्षक...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sarkari Yojana

કામરેજ સરપંચ દ્વારા આચરેલ ગેરરીતિ ની ફરિયાદ અંગે કાર્યવાહી માં કામરેજ ટીડીઓ ની ઢીલી નીતિ

✍️ Reporter: Patel Manishkumar Naranbhai 🗓 26 Oct 2026, 11:48 PM 👁 19
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કામરેજ પંચાયત માં સરપંચ અને તલાટી દ્વારા ફાઇનાન્શિયલ પેટ્રોનેજ આચરી કરેલ ઉચાપત અને ભ્રષ્ટાચાર ના આક્ષેપ ની જાગૃત નાગરિક ની લેખિત ફરિયાદ અંગે કામરેજ ટીડીઓ દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી ન કરતા અને ફરિયાદ માં તપાસના બહાને સમય ખેંચી સરપંચ ના કાર્યકાળ પૂર્ણ કરવામાં મદદગારી કરવા ના આક્ષેપો ઉઠ્યા છે ત્યારે કામરેજ ટીડીઓ દ્વારા સમય મર્યાદામાં અસર કારક કાર્યવાહી અને યોગ્ય જવાબો ન મળતા આખરે અરજદાર જાગૃત નાગરિક દ્વારા ગાંધીનગર ખાતે વિકાસ કમિશનરશ્રી ની કચેરી નો દરવાજો ખટખટાવ્યો હતો જે ફરિયાદ ગાંધીનગર થી ડીડીઓશ્રી સુરત ને ફોરવર્ડ થતા આખરે નાયબ ડીડીઓ શ્રી (પંચાયત) દ્વારા કામરેજ ટીડીઓ ને લેખિત પત્ર પાઠવી આ બાબતે ટીડીઓ દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી ન થયા નુ સ્પષ્ટ જણાવી હવે વિલંબ ન કરી નિયમ મુજબ કાર્યવાહી કરવા અને તેનો તપાસની અહેવાલ જીલ્લા માં પરભારે મોકલી આપવા લેખિત હુકમ કરેલ છે હવે ટીડીઓ કામરેજ અગાઉની જેમ આ હુકમ પણ ગોળી ને પી જાય છે કે લોકો ના વેરા અને ટેક્સ ના જાહેર નાણાં માં ભ્રષ્ટાચાર ની ફરિયાદ હોય લોકો ને એક એક રૂપિયાનો હિસાબ અને સ્પષ્ટ ચુકાદો મળે છે કે નહીં તેના ઉપર લોકોએ મીટ માંડી છે કામરેજ ટીડીઓ દ્વારા છેલ્લા ઘણા સમય થી ગ્રામ પંચાયત માં વેરા વસૂલાતમાં કડક નીતિ અપનાવી છે એ સારી બાબત છે પરંતુ ગામજનો પરસેવા ના પૈસે વેરો ભરે છે અને તેમાં આવા ભ્રષ્ટાચાર ના કિસ્સા બને છે તો જવાબદાર સામે દાખલારૂપ કાર્યવાહી ની જવાબદારી પણ અધિકારીએ નિષ્પક્ષ નિભાવી અને સિધ્ધ કરવી અતિ આવશ્યક બની જાય છે કે જેથી લોકો ને લોકો ના નાણાં યોગ્ય જગ્યાએ ભ્રષ્ટાચાર રહિત વપરાઈ છે તેની ખાત્રી થાય અને ગ્રામજનો ને ભ્રષ્ટાચાર વિરુદ્ધ સરકાર ની 0 ટોલરંસ ની નીતિ ઉપર વિશ્વાસ અકબંધ રહે
📲Get App