🔥 TRENDING गुना: कार्बाइड गन के विरुद्ध प्रशासन न... રાજકોટના માધાપર ચોકડી વિસ્તારમાં ટ્રક... પત્નીની સારવાર માટે મેડીક્લેમમાં ન મળે... 26న మహర్షి వాల్మీకి జయంతి: ఆదిలాబాద్ క... વડોદરામાં જંબુસર વણિક મંડળની ૫૭મી વાર્... अरिया के भोरहा गांव में देवी-देवताओं क...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ તાલુકાના ઓગણગામમાં મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ વિરમગામ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ,

✍️ Reporter: Gilani Asikali 🗓 25 Oct 2026, 10:56 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના ઓગણગામ ગામમાં જૂની અદાવતના કારણે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે વિરમગામ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.મળતી માહિતી મુજબ, ઓગણગામના રહેવાસી માધુભાઈ કરસનભાઈ જાદવને આરોપી સાથે લાંબા સમયથી અણબનાવ ચાલતો હતો. આ જૂની અદાવતને મનમાં રાખીને આરોપીએ માધુભાઈ કરસનભાઈ જાદવ સાથે ગાળાગાળી કરી હતી. આ દરમિયાન તેમને ગાલ પર લાફો માર્યો હોવાનો તેમજ જમણી બાજુના પડખામાં લાકડી મારી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત આરોપીએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદમાં રજૂઆત કરવામાં આવી છે.
આ મામલે મહેન્દ્રભાઈ ઉર્ફે લાલો તથા દશરથભાઈ ઉર્ફે મથુરભાઈ જાદવ, રહે. ઉખલોડ, વિરમગામ, સામે વિરમગામ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.વિરમગામ રૂરલ પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App