🔥 ट्रेंडिंग देवघर में तीन साइबर ठगों को गिरफ्तार,... उत्तर प्रदेश में महर्षि वाल्मीकि जयंती... सालासर के बाला जी ने पेड़ से टकराई गाड... एन एम सी एच में अखिल भारतीय लैब टेक्नि... जालंधर पुलिस ने हत्या के संदिग्ध को गि... भाजपा ने अजय हत्याकांड में इंसाफ की मा...
25 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
शिक्षा

શિક્ષકશ્રીની વયનિવૃત્તિ નિમિત્તે સન્માન સમારોહ

✍️ रिपोर्टर: Solanki Bhadreshkumar Javanbhai 🗓 25 अक्टू. 2026, 04:55 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ફેલસાણી તાબે📍કાનેરા ગામના વતની અને શિક્ષણક્ષેત્રે લાંબા સમય સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપનાર આદરણીય શિક્ષકશ્રી બાબુસિંહ શનસિંહ ચૌહાણની વયનિવૃત્તિ નિમિત્તે આયોજિત ભવ્ય સન્માન સમારોહમાં

શિક્ષકશ્રીની વયનિવૃત્તિ નિમિત્તે સન્માન સમારોહ

ફેલસાણી તાબે📍કાનેરા ગામના વતની અને શિક્ષણક્ષેત્રે લાંબા સમય સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપનાર આદરણીય શિક્ષકશ્રી બાબુસિંહ શનસિંહ ચૌહાણની વયનિવૃત્તિ નિમિત્તે આયોજિત ભવ્ય સન્માન સમારોહમાં ઉપસ્થિત રહી શુભકામનાઓ પાઠવવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો.

આ પ્રસંગે મહિસાગર જિલ્લાના વિવિધ સંઘોના કર્મચારીઓ, શિક્ષકશ્રીઓ, નિવૃત્ત શિક્ષકશ્રીઓ, સામાજિક અને રાજકીય આગેવાનો, કાર્યકર્તાઓ, હોદ્દેદારો, પદાધિકારીઓ, તાલુકા તથા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, વિવિધ સંગઠનોના પ્રમુખશ્રીઓ તેમજ આસપાસનાં ગામોના અગ્રણીઓ અને સમસ્ત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

📚શિક્ષક એટલે માત્ર જ્ઞાન આપનાર નહીં, પરંતુ અનેક પેઢીઓના ભવિષ્યનું ઘડતર કરનાર સાચા માર્ગદર્શક!

શિક્ષણક્ષેત્રે તેમણે આપેલી વર્ષોની નિષ્ઠાપૂર્ણ સેવા, સમર્પણ, સેવાભાવ અને અમૂલ્ય યોગદાન બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું. તેમની શૈક્ષણિક સફર સમાજ માટે પ્રેરણારૂપ બની રહે તેવી હાર્દિક શુભકામનાઓ.

આ પાવન અવસરે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનો લાભ લઈ ધન્યતા અનુભવી અને વયનિવૃત્ત શિક્ષકશ્રીના સુખમય, સ્વસ્થ, શાંતિપૂર્ણ તથા આનંદમય જીવન માટે પ્રાર્થના કરી.

નિવૃત્તિ એ જીવનનો અંત નથી, પરંતુ અનુભવ, સંસ્કાર અને સેવાભાવથી ભરપૂર નવા અધ્યાયની શરૂઆત છે.

🙏 ઈશ્વર આપને દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખ-સમૃદ્ધિ અર્પે તથા આપનું નિવૃત્તિમય જીવન સદાય પ્રવૃત્તિમય અને આનંદમય બની રહે તેવી હાર્દિક શુભકામનાઓ.

💐 સન્માનનીય શિક્ષકશ્રી- બાબુસિંહ ચૌહાણને કોટિ કોટિ વંદન અને ભાવભર્યું અભિવાદન! 🌹

#શિક્ષકસન્માન #વયનિવૃત્તિસમારોહ #બાબુસિંહચૌહાણ #શિક્ષણ #ગુરુવંદના #મહિસાગર #કાનેરા #ફેલસાણી #શિક્ષકએટલેશિલ્પકાર #TeacherRetirement #TeacherHonour #Mahisagar #Gujarat #teacherlife #teachersfollowteachers
📲Get App