૩૮ વર્ષની શૈક્ષણિક સેવાઓ બાદ મુખ્ય શિક્ષક કાંતિભાઈ કે. સોનેરાને ભાવભીની વિદાય
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની જલોદરા પ્રાથમિક ગ્રુપ શાળાના મુખ્ય શિક્ષક કાંતિભાઈ કે. સોનેરાની વયનિવૃત્તિ નિમિત્તે ભવ્ય વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. શિક્ષણક્ષેત્રે ૩૮ વર્ષ સુધી નિષ્ઠા, સમર્પણ અને સેવાભાવ સાથે ફરજ નિભાવનાર કાંતિભાઈને શાળા પરિવાર, શિક્ષકમિત્રો, સામાજિક આગેવાનો અને ગ્રામજનો દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી.
કાંતિભાઈએ વર્ષ ૧૯૮૭માં ગરુડેશ્વર તાલુકાની મોટા પીપરીયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ કેવડિયા કોલોનીની વીર સુખદેવ પ્રાથમિક શાળા નંબર-૨માં ફરજ બજાવી અને વર્ષ ૨૦૧૦થી જલોદરા પ્રાથમિક ગ્રુપ શાળામાં ગ્રુપાચાર્ય તરીકે જવાબદારી સંભાળી હતી. તેમણે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, ગુણવત્તાસભર શિક્ષણ, નવીન શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને શાળાના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. બાળ સંસદના કાર્યક્રમને બાયસેગના માધ્યમથી રાજ્યકક્ષાએ ઓળખ અપાવવામાં પણ તેમની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી હતી.
શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, સદ્ગુણ એવોર્ડ, ઇનોવેટિવ એવોર્ડ અને સારસ્વત એવોર્ડ સહિત વિવિધ સન્માનોથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમણે તિલકવાડા તાલુકા શિક્ષક સહકારી મંડળીના ઉપપ્રમુખ અને નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ તરીકે પણ સેવાઓ આપી હતી.
સમારોહમાં બરોડા ડેરીના ઉપપ્રમુખ અને ડિરેક્ટર, નર્મદા જિલ્લા સંઘ તથા તાલુકા સંઘના હોદ્દેદારો, તાલુકા ભાજપ સંગઠનના આગેવાનો, ધારાસભ્યના પ્રતિનિધિ રવિભાઈ દેશમુખ, એસએમસીના સભ્યો, શિક્ષકો, સામાજિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ કાંતિભાઈની ૩૮ વર્ષની સેવાઓને બિરદાવી તેમના નિવૃત્ત જીવન માટે સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની શુભેચ્છાઓ પાઠવી હતી.
સમગ્ર કાર્યક્રમ ભાવુક અને લાગણીસભર વાતાવરણમાં યોજાયો હતો. અંતે ઉપસ્થિત મહેમાનો, શિક્ષકો, પરિવારજનો અને ગ્રામજનો માટે પ્રીતિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ, ૩૮ વર્ષની શૈક્ષણિક સેવાઓ પૂર્ણ કરી વયનિવૃત્ત થયેલા કાંતિભાઈ કે. સોનેરાનો વિદાય સન્માન સમારોહ યાદગાર બન્યો હતો.