Crime
ખારીરોહરમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસની સ્પેશિયલ કોમ્બિંગ નાઈટ, ૪૧ શંકાસ્પદ ઇસમોની તપાસ
કચ્છમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ખારીરોહર ગામે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા સ્પેશિયલ કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન ૪૧ હિસ્ટ્રીશીટર ઇસમો, ૭૮ વાહનો તથા પ્રોહિબિશન બુટલેગરોની તપાસ કરવામાં આવી હતી.
કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ ગુનાખોરી પર અંકુશ લાવવાના હેતુથી ખારીરોહર ગામે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા સ્પેશિયલ કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કામગીરી સરહદી રેન્જ-ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયાની સૂચના તથા પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી.
ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.વી.રાજગોરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.વાળાની આગેવાનીમાં અંજાર, ગાંધીધામ એ ડિવિઝન, આદિપુર, કંડલા અને દુધઈ પોલીસ સ્ટેશનના સ્ટાફ સહિત કુલ ૬ પોલીસ ટીમોએ કામગીરી કરી હતી. પોલીસ ટીમો દ્વારા ખારીરોહર ગામમાં અગાઉ વારંવાર ગુનાઓમાં સંડોવાયેલા ઇસમોનાં રહેણાંક મકાનોની તપાસ કરવામાં આવી હતી. સાથે જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે વાહન ચેકિંગ, પ્રોહિબિશન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમોની તપાસ તથા અવાવરુ જગ્યાઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.
પોલીસની આ કામગીરી દરમિયાન ૪૧ હિસ્ટ્રીશીટર/એમસીઆર ઇસમોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમજ ૭૮ વાહનોનું ચેકિંગ કરીને ૩૦ મોટર વ્હીકલ એક્ટ હેઠળ એન.સી.કેસ નોંધાયા હતા. ઉપરાંત ૨ એમ.વી.એક્ટ કલમ ૧૮૫ હેઠળ કેસ નોંધાયા હતા અને ૭ પ્રોહિબિશન બુટલેગરોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.
આ કાર્યવાહીમાં ૩ અવાવરુ જગ્યાઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા કુલ ૧૩,૦૦૦ રૂપિયાનું દંડ વસૂલાયું હતું અને ૭ વાહનો એમ.વી. એક્ટ કલમ ૨૦૭ હેઠળ ડિટેઇન કરાયાં હતાં. આ ઉપરાંત પ્રોહિબિશનના કેસ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ હેઠળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. આમ, ખારીરોહર ગામમાં સ્પેશિયલ કોમ્બિંગ નાઈટ દરમિયાન ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા વિવિધ સ્તરે ચેકિંગ અને તપાસ હાથ ધરી ગુનાખોરી પર નિયંત્રણ મેળવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.