🔥 TRENDING સુરત ગ્રામ્ય જિલ્લામાં નેશનલ હાઈવે પર... ਬਗਲਾਮੁਖੀ ਮੰਦਰ ਤੋਂ ਵਾਪਸੀ ਵੇਲੇ ਚੱਲਦੀ ਕਾਰ... ODPS ‘ઇ-નગર’ પોર્ટલ ફરી ખાડે, બાંધકામ... President Murmu’s Attendance at Haryan... President lauds Haryana women for nati... Saurabh Chandrakar Extradited to India...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

એકતાનગર ખાતે ૧૪ હજાર કિલોમીટરની ડ્રગ્સ વિરોધી મોટરસાઇકલ રેલીનું આગમન

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 25 Oct 2026, 05:58 PM 👁 46
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નશામુક્ત ભારતના સંકલ્પ સાથે નીકળેલી વિશાળ મોટરસાઇકલ રેલી નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે પહોંચી છે. દેશના વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સંસ્થાઓના ૨૨૫ રાઇડરો આ અભિયાનમાં જોડાયા છે, જેમાં ૧૨ મહિલા રાઇડરોનો પણ સમાવેશ થાય છે. આશરે ૧૪ હજાર કિલોમીટરની સફર ખેડીને રાઇડરો દેશભરમાં ડ્રગ્સ વિરોધી જાગૃતિ ફેલાવી રહ્યા છે. ૬ ઑક્ટોબરના રોજ ઇમ્ફાલ અને આઇઝોલથી શરૂ થયેલા આ અભિયાનને ૨૧ ઑક્ટોબરના રોજ નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ૧૮ ટીમોના ૯૦ રાઇડરોને લીલી ઝંડી આપીને આગળ ધપાવ્યું હતું. રેલી દરમિયાન વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને નશાના દુષ્પરિણામો અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. યુવાનોને નશાથી દૂર રહી સ્વસ્થ અને જવાબદાર જીવન જીવવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે એકતાનગર પહોંચેલી આ રેલી રાષ્ટ્રીય એકતા અને સામાજિક જાગૃતિનું પ્રતીક બની છે. રાઇડરોનો એક જ સંકલ્પ છે—નશામુક્ત ભારત, સ્વસ્થ ભારત!
📲Get App