રાજપારડી ચાર રસ્તા નજીક અજાણ્યા વાહનની ટક્કરે ગૌવંશનું મોત
રાજપારડી ચાર રસ્તા નજીક ગૌવંશનું મોત, બેરીકેટ અને સ્પીડ કંટ્રોલની માંગ
રાજપારડી ચાર રસ્તા નજીક અજાણ્યા વાહનની ટક્કરે ગૌવંશનું મોત, સ્પીડ કંટ્રોલની માંગ
રાજપારડી ચાર રસ્તા નજીક અજાણ્યા વાહનની ટક્કરે એક ગૌવંશનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ ઝઘડિયા પ્રખંડની ટીમ રાત્રિના સમયે સ્થળ પર પહોંચી હતી.
ટીમ દ્વારા હાઇડ્રાની મદદથી ગૌવંશને રસ્તા પરથી હટાવી યોગ્ય સ્થળે ખસેડવામાં આવ્યું હતું. ત્યારબાદ સવારે જેસીબીની મદદથી ગૌવંશની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ ઝઘડિયા પ્રખંડની ટીમ દ્વારા અગાઉ પણ અકસ્માતમાં મૃત્યુ પામેલા ગૌવંશને રસ્તા પરથી હટાવી અંતિમ ક્રિયા કરવામાં આવતી હોવાનું જણાવાયું છે.
આ ઘટનાને પગલે હવે રાજપારડી ચાર રસ્તા વિસ્તારમાં વાહનોની ઝડપ અને ટ્રાફિક સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા થયા છે. ખાસ કરીને મોટા વાહનોની સ્પીડ પર નિયંત્રણ રાખવામાં આવે તે જરૂરી બન્યું છે.
સ્થાનિકોની માંગ છે કે રાજપારડી ચાર રસ્તા નજીક હોટલ સહયોગથી લઈને ચોકડી સુધી બંને તરફ જરૂરી સ્થળોએ સ્પીડ બ્રેકર અથવા અન્ય યોગ્ય સ્પીડ કંટ્રોલની વ્યવસ્થા કરવામાં આવે.
આજે એક ગૌવંશનો જીવ ગયો છે, પરંતુ આવતીકાલે કોઈ માનવી પણ આવા અકસ્માતનો ભોગ ન બને તે પહેલાં તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે તે જરૂરી છે.
સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર માર્ગનું નિરીક્ષણ કરી વાહનોની ઝડપ પર નિયંત્રણ, ટ્રાફિક સુરક્ષા અને જરૂરી સેફ્ટી વ્યવસ્થા અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.