🔥 TRENDING रील बना रही लड़की को देखने के चक्कर मे... पूर्व IAS राम बहादुर सपा में शामिल, दल... अंबेडकरनगर: जिलाधिकारी ने दुर्गा प्रति... બિલોદરામાં કાર્યકર્તાઓ સાથે વડાપ્રધાન... कोटा-सीजेरियन के बाद एक और प्रसूता की... सोनापुर में तीन दिवसीय सन्तमत सत्संग क...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વડોદરામાં જંબુસર વણિક મંડળની ૫૭મી વાર્ષિક સામાન્ય સભા, ભવન બનાવવા માટે ચાર સભ્યોએ કરી ૪ લાખ રૂપિયાની પહેલ

✍️ Reporter: Kuntalkumar Chokshi 🗓 25 Oct 2026, 11:21 AM 👁 23
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડોદરા ખાતે શ્રી ડભોઇ દશાલાડ ભવનમાં જંબુસર વણિક મંડળની ૫૭મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. પ્રમુખ અતુલભાઈ વકીલે મંડળના ભવન માટે આર્થિક સહયોગની અપીલ કરી હતી, જ્યારે ચાર સભ્યોએ દરેકે ૧ લાખ રૂપિયાની પહેલ કરી હતી. ઉપરાંત વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ગરબા-સ્નેહભોજનના કાર્યક્રમો યોજાયા હતા.

વડોદરા: શ્રી જંબુસર વણિક મંડળ, વડોદરાની ૫૭મી વાર્ષિક સામાન્ય સભા ગત શનિવાર, તારીખ ૨૪ ઑક્ટોબર ૨૦૨૬ના રોજ શ્રી ડભોઇ દશાલાડ ભવન, સરદાર એસ્ટેટ પાસે, આજવા વાઘોડિયા રિંગ રોડ, વડોદરા ખાતે યોજાઈ હતી. મંડળની આ વાર્ષિક સભા સમાજની પ્રગતિની સમીક્ષા, વિકાસલક્ષી પ્રવૃત્તિઓના મૂલ્યાંકન તથા ભવિષ્યની દિશા નક્કી કરવા માટે મહત્ત્વપૂર્ણ હતી. આ પ્રસંગે સમાજના સર્વાંગી વિકાસ, સંગઠનની મજબૂતી અને ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્યને અનુલક્ષીને વિચારોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું.

મંડળના પ્રમુખશ્રી અતુલભાઈ વકીલે ઉપસ્થિત સભ્યશ્રીઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, જંબુસર વણિક મંડળનું પોતાનું ભવન હોવું જોઈએ. તેમણે કહ્યું કે, ભવન બનાવવું નાની-મોટી વાત નથી, પરંતુ સમાજના વણિક બંધુઓ પોતાનું સમજીને આર્થિક સહયોગ આપશે તો આ ભવન ચોક્કસ બની જશે. આ ભવન માટે આર્થિક સહયોગની શરૂઆત સમાજના ચાર સભ્યશ્રીઓએ દરેકે ₹૧ લાખ રૂપિયાની પહેલ કરીને કરી છે. પ્રમુખશ્રીએ આ પહેલ કરનાર ચારે સભ્યોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને અન્ય સભ્યોને પણ આવી જ રીતે સપોર્ટ કરવાની નમ્ર અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું કે, સમાજની સાચી પ્રગતિ એકતા, સહકાર અને સામૂહિક જવાબદારીમાં રહેલી છે.

સભા દરમિયાન જંબુસર વણિક મંડળના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન અને પુરસ્કાર આપીને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. ત્યારબાદ સંગીતના તાલે ગરબા રમવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સભામાં આવેલા સભ્યોએ ઉત્સાહપૂર્વક માં અંબાના ગરબા રમીને આનંદ માણ્યો હતો. છેલ્લે તમામ સભ્યોએ સ્નેહભોજન લીધું હતું, જ્યાં તેમણે આવનાર નવા વર્ષની શુભકામનાઓ આપી અને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું હતું.

મંડળ દ્વારા તમામ સભ્યોને આવા ભગીરથ કાર્યોમાં સહભાગી બની સમાજના વિકાસને નવી દિશા, નવી ઊર્જા અને નવી ગતિ પ્રદાન કરવા હાર્દિક અનુરોધ કરવામાં આવ્યો છે. સભાનો સંકલ્પ 'સંગઠિત સમાજ, સશક્ત સમાજ અને પ્રગતિશીલ સમાજ' રાખવામાં આવ્યો હતો.
📲Get App