🔥 TRENDING दानापुर के रंजन पथ पर यूथ क्लब द्वारा... दौसा सदर थाना पुलिस की कार्रवाई करीब... छत्तीसगढ़ की IPS अंकिता शर्मा का दशहरा... Mallikarjun Kharge Honors Dr. Shri Kri... Hundreds of Voter IDs Found Near Narma... Baba Mahakal to Receive Saffron Milk O...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરત-અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત કાર્યવાહીમાં એક્સપ્રેસ હાઈવે પર કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે ત્રણ ઝડપાયા

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 25 Oct 2026, 04:08 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત કામગીરી દરમિયાન એક્સપ્રેસ હાઈવે સીટીએમ ટોલનાકા પાસેથી આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક તોડવામાં આવ્યું છે. 25 કિલોથી વધુ હેરોઈન અને એમડી સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

સુરત અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત કામગીરી દરમિયાન એક્સપ્રેસ હાઈવે સીટીએમ ટોલનાકા પાસેથી આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક તોડવામાં આવ્યું છે. આ ઓપરેશન દરમિયાન કરોડો રૂપિયાની કિંમતના ઝેરી પદાર્થો સાથે ત્રણ આરોપીઓને ઝડપવામાં આવ્યા છે. પોલીસે 2497.490 ગ્રામ એમડી અને 4,531.220 ગ્રામ હેરોઈન કબ્જે કર્યા છે.

ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાં દિલ્હીનો તિફેલ નોખેજ, મેરઠ (ઉત્તર પ્રદેશ)નો ઇમરાન અલ્વી અને કફિલ અહેમદનો સમાવેશ થાય છે. ઇમરાન અલ્વી પાસેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળી આવ્યા છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે હેરોઈનનો આ જથ્થો અફઘાનિસ્તાનના કંધહારમાં રહેતા રહેમત ગુલ નામના શખ્સ પાસેથી મંગાવવામાં આવ્યો હતો.

આરોપીઓની પાછળગામી તપાસમાં તેઓ વિવિધ ગુનાઓમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે. ઇમરાન અલ્વી 2014 માં અમૃત શર્મા સાથે 100 ગ્રામ હેરોઈન અને 2019 માં 300 કિલો હિરોઈનના દાણચોરીના પાયલોટિંગ કરવાના ગુનાનો આરોપી છે. તેમજ તે હેડતી અને કબુતરબાજી જેવા ઠગામિયાઈના અનેક ગુનાઓનો પણ આરોપી છે.

તેવી જ રીતે, કફિલ અહેમદ વિરુદ્ધ પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સ સંબંધિત ગુના નોંધાયેલા છે. તેણે જયપુરમાં 18.5 કિલો ચરસ, અમદાવાદમાં 100 ગ્રામ એમડી અને રાજસ્થાનમાં પેરોલ પર છૂટતી વખતે ત્રણ કિલો અલ્ટ્રાઝોમ સાથે પકડાયો હતો. હાલમાં પોલીસ દ્વારા આ નેટવર્કના અન્ય સભ્યોને શોધવા માટે તપાસ ચાલુ છે.
📲Get App