🔥 TRENDING Pickup Driver Killed in Bihar Road Acc... Farmer Leader NARESH MEENA Accused in... ज्योति बाल निकेतन ने मलारना को हराकर स... अंगौथा मौजा के ककरिया गांव में टेसु‑झि... अग्रवाल समाज सेवा समिति की आमसभा उदेई... गंगापुर सिटी के जाट बड़ौदा राजकीय उच्च...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અરવલ્લીમાં લાયસન્સ વગર ફટાકડાના સ્ફોટક પદાર્થો સાથે ધનસુરાની દુકાન માલિકની ઝડપ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 25 Oct 2026, 06:02 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લા એસ.ઓ.જી. પોલીસ ટીમે ધનસુરા વિસ્તારમાં લાયસન્સ વગર ફટાકડાના સ્ફોટક પદાર્થો રાખીને ફાયર સેફ્ટી નિયમો ઉલ્લંઘન કરતા સંજયકુમાર ઠક્કર નામના દુકાન માલિકને ઝડપી લીધો છે..

અરવલ્લીમાં-:
આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગેરકાયદેસર રીતે સ્ફોટક પદાર્થોનું વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાએ સૂચના આપી હતી. આ સૂચના અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર પી બી ચૌધરી (એસ.ઓ.જી. શાખા અરવલ્લી-મોડાસા) ના માર્ગદર્શન હેઠળ સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપ ટીમે ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફટાકડાના પરવાણાદારોની લાયસન્સ ચકાસણી તથા ફાયર સેફ્ટી સાધનોની તપાસ કરવા માટે રવાના થઈ હતી.તપાસ દરમિયાન ધનસુરા ખાતે આવેલી 'મહાદેવ ટ્રેડર્સ' નામની ફટાકડાની દુકાનમાં જતાં પોલીસે જાણ્યું કે દુકાન માલિક સંજયકુમાર ચંદુભાઈ ઠક્કર પાસે લાયસન્સ વગર કુલ 1116 બોક્સ ફટાકડાનો જથ્થો,જેની કિંમત રૂ. 98,076/- છે, રાખવામાં આવ્યો હતો.ઉપરાંત દુકાનમાં ઇલેક્ટ્રિક વાયરોની લાઇન દીવાલની અંદર નહીં, પરંતુ બહાર પ્લાસ્ટિકના પાઇપમાં પાડવામાં આવી હતી, જેથી શોર્ટ સર્કિટ થઈને આગ લાગવાની સંભાવના હતી.આવી બેદરકારીભર્યી સ્થિતિમાં માણસોના જીવનને ગંભીર જોખમ હતું..

આ અંગે પોલીસે ઇલેક્ટ્રિકલ સર્કિટ અને સ્ફોટક પદાર્થોના સંદર્ભમાં એક્સપ્લોઝીવ એક્ટ 1884 ની કલમ 9-B અને 1-B મુજબ ગુનો દાખલ કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.પકડાયેલા આરોપી સંજયકુમાર ચંદુભાઈ ઠક્કરનો સંબંધ વિજાપુર તાલુકા, મહેસાણા જિલ્લાના માઢી આશ્રમરોડ વિસ્તાર સાથે છે.આ કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેક્ટર પી બી ચૌધરી,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રાજેશભાઈ કાંતીભાઈ, હેડ કોન્સ્ટેબલ દિનેશકુમાર પનાભાઈ, હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ કનુસિંહ,હેડ કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ પ્રવિણસિંહ,હેડ કોન્સ્ટેબલ ફ્રાન્સીસકુમાર લક્ષ્મણભાઈ,હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ કાવજીભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ મોરારદાનનો સમાવેશ થાય છે.
📲Get App