🔥 TRENDING Jithu Madhavan Clarifies 'Scene' Plot,... Vadodara Police Solve Rs 8 Crore Theft... Chandigarh Student Killed in Sector 22... Three Injured as Gas Pipeline Ignites... Indian Worker Killed in Houthi Missile... Raghav Mirdath's Drone Team Secures Ov...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Entertainment

શ્રી હલારી વાળંદ સમાજ જુનાગઢ દ્વારા શરદોત્સવની ભવ્ય ઉજવણી

✍️ Reporter: Tatmiya Sandip 🗓 24 Oct 2026, 02:22 AM 👁 48
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શ્રી હલારી વાળંદ સમાજ જુનાગઢ દ્વારા શરદોત્સવની ભવ્ય ઉજવણી

શ્રી હલારી વાળંદ સમાજ દ્વારા શરદોત્સવની ભવ્ય ઉજવણી

જુનાગઢમાં શ્રી હલારી વાળંદ સમાજ દ્વારા શરદોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

તા. 23 ઓક્ટોબર, 2026ના રોજ આયોજિત આ શરદોત્સવમાં રાજકીય આગેવાનો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શ્રી જવાહરભાઈ ચાવડા, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા તેમજ શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત સમાજના અનેક આગેવાનો અને સભ્યો પણ ઉત્સવમાં જોડાયા હતા.

શરદોત્સવ દરમિયાન ગરબાના તાલે વાળંદ સમાજના ખેલૈયાઓએ ઉત્સાહભેર ગરબે ઘૂમીને ઉત્સવની રંગત જમાવી હતી. પરંપરાગત ગરબા અને ઉત્સાહભર્યા માહોલ વચ્ચે સમગ્ર કાર્યક્રમ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો.

આ શરદોત્સવે સમાજમાં એકતા, ભાઈચારો અને સંસ્કૃતિની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી. મોટી સંખ્યામાં સમાજના સભ્યોની ઉપસ્થિતિમાં શરદોત્સવની ભવ્ય ઉજવણી સંપન્ન થઈ હતી.
📲Get App