🔥 TRENDING Mandla Collector Warns Officials: Fix... Farmer Assaulted with Slippers by 18 W... Rajasthan Police Arrest Counterfeit No... महाविद्यालय मे ं हुआ व्याख्यान का आयोज... कानून-व्यवस्था बिगाड़न े की आशंका पर स... जनगणना-2027 के लिए कार्मिकों को दिया प...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અરવલ્લીના મેઘરજમાં સરકારી દુકાનમાં અનાજની ઘટનો મામલો, યુરિયા ખાતરથી છુપાવવાના આક્ષેપો

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 24 Oct 2026, 04:29 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના નારણપુર ગામમાં સરકારી સસ્તા અનાજની દુકાનમાં ઘઉં, ચોખા અને ખાંડમાં મોટી જથ્થાની ઘટ સામે આવી છે. ઘટ છુપાવવા માટે યુરિયા ખાતર અને દાળ ભરવાના આક્ષેપો થયા છે.

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના નારણપુર ગામમાં સરકારી સસ્તા અનાજની દુકાનમાં જથ્થાની ઘટનો મામલો સામે આવ્યો છે. નારણપુર સેવા સહકારી મંડળી દ્વારા સંચાલિત દુકાનમાં ઘઉં, ચોખા અને ખાંડના જથ્થામાં મોટી ઘટ નોંધાઈ હોવાનું જણાવાયું છે.

પ્રાથમિક તપાસની વિગતો મુજબ, ઘઉંમાં 3,716 કિલોગ્રામ, ચોખામાં 2,883 કિલોગ્રામ અને ખાંડમાં 695 કિલોગ્રામ જેટલી ઘટ નોંધાઈ છે. આ ઉપરાંત, જથ્થાની ઘટ છુપાવવા માટે ઘઉંનાં બારદાનમાં યુરિયા ખાતર તેમજ ચણા અને તુવેરની દાળ ભરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો પણ થયા છે.

આ મામલે ખાતરના 47 કટ્ટા અંગે ખેતીવાડી વિભાગને રિપોર્ટ કરાયો હોવાનું જણાવાયું છે. મેઘરજ પુરવઠા વિભાગે તપાસ બાદ અહેવાલ જિલ્લા પુરવઠા વિભાગને સોંપ્યો છે. હવે તપાસમાં શું બહાર આવે છે અને જવાબદારો સામે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.
📲Get App