🔥 TRENDING सांप ने अजय पाल को काटा, तुरंत अस्पताल... निम्बा राम गार्सिया ने देलीकेट के चुना... हजारीबाग के करेडारी थाना में गोलीकांड:... भागलपुर के कोतवाली थाना स्थित टेक्नो म... Ujjain to Raise ₹800 Crore via Temple... Ujjain Temples to Raise ₹800 Crore: Co...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અરવલ્લીમાં ટીંટોઈ પોલીસે નાસતા ફરતા સજા વોરંટના આરોપીને પકડી લીધો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 24 Oct 2026, 05:40 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લાના ટીંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડાસા અને હિંમતનગર કોર્ટ તરફથી સજા વોરંટ હોય તેવા આરોપી જતીનકુમાર પટેલને પોલીસે ઝડપી લીધો છે..

અરવલ્લીના-:
ટીંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.મોડાસા અને હિંમતનગર કોર્ટ તરફથી બહાર પડેલા સજા વોરંટ હોય તેવા આરોપી જતીનકુમાર ચીમનભાઈ પટેલને ટીંટોઈ પોલીસે ઝડપી લીધો છે.આરોપી ઉમેદપુર (દધાલીયા) ગામનો રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી પોલીસ પકડથી લપાતો-છુપાતો ફરતો હતો.આ પકડ માટે વિરેન્દ્રસિંહ યાદવ નાયબ પોલીસ મહાનિરીક્ષક (ગાંધીનગર વિભાગ),મનોહરસિંહ જાડેજા, પોલીસ અધિક્ષક (અરવલ્લી-મોડાસા) અને જે.ડી.વાઘેલા નાયબ પોલીસ અધિક્ષક (મોડાસા વિભાગ) ની સૂચનાઓ અને માર્ગદર્શન મળ્યું હતું.આ સૂચનાઓના આધારે ટીંટોઈ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર.ડામોર દ્વારા જરૂરી તપાસ અને કાર્યવાહી કરવામાં આવી હતી..

આરોપી વિરુદ્ધ મે.બીજા એડી જ્યુ.મેજીસ્ટ્રેટ.ફ.ક મોડાસા કોર્ટમાં સી.સી.નંબર-૧૮૩૮/૨૦૧૯ તથા નામદાર એડી.ચીફ.જયુ ડી.મેજીસ્ટ્રેટ એ.બી.મામતોરા હિંમતનગર કોર્ટમાં સી.સી.નં ૨૯૪૦/૨૦૨૧ ના કામો ચાલુ હતા.આ કામોમાં નેગોશીયેબલ ઇન્સુમેન્ટ એક્ટ કલમ-૧૩૮ હેઠળ ગુનો નોંધાયેલો હતો અને આરોપીને સજા થઈ ચૂકી હતી.પોલીસને માહિતી મળી હતી કે આરોપી પોતાના ઘરે આવ્યો છે.ત્યારબાદ ટીંટોઈ પોલીસે ઉમેદપુર (દધાલીયા) ગામમાં કોર્ડન કરીને આરોપીને તેના ઘરેથી જ ઝડપી લીધો છે.આ પ્રશંસનીય કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર.ડામોર, રાજુભાઈ સોમાજી (આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ) અને કરણસિંહ રજુસિંહ (આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ) નું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.
📲Get App