🔥 ट्रेंडिंग उमंग सिंघार ने पन्ना कलेक्ट्रेट का घेर... मतदान खत्म गणना शुरू મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સલાદરા ગામમા... Match headlines 26 अक्टूबर तक पश्चिम मध्य बंगाल की खाड... नोखा की फर्स्ट ट्रिगर शूटिंग अकादमी के...
24 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

અરવલ્લી જિલ્લાના નારણપુરમાં સરકારી અનાજ દુકાનમાં ઘઉં, ચોખા અને ખાંડની જથ્થાની મોટી ઘટ

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 24 अक्टू. 2026, 05:08 PM 👁 24
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નારણપુર સેવા સહકારી મંડળી સંચાલિત સરકારી અનાજ દુકાનમાં ઘઉં, ચોખા અને ખાંડની જથ્થામાં મોટી ઘટ નોંધાઈ, અને દુકાનમાં યુરિયા ખાતર અને દાળ ભરવાની શંકા પણ ઉઠી.

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના નારણપુર ગામમાં સરકારી સસ્તા અનાજની દુકાનમાં જથ્થાની ઘટનો મામલો સામે આવ્યો છે.

પ્રાથમિક તપાસ મુજબ, ઘઉંમાં 3,716 કિલોગ્રામ, ચોખામાં 2,883 કિલોગ્રામ અને ખાંડમાં 695 કિલોગ્રામની મોટી ઘટ નોંધાઈ.

જથ્થાની ઘટ છુપાવવા માટે ઘઉંનાં બારદાનમાં યુરિયા ખાતર અને ચણા અને તુવેરની દાળ ભરવામાં આવી હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે. ખાતરના 47 કટ્ટા અંગે ખેતીવાડી વિભાગને રિપોર્ટ કરાયો છે.

મેઘરજ પુરવઠા વિભાગે તપાસ બાદ અહેવાલ જિલ્લા પુરવઠા વિભાગને સોંપ્યો છે. હવે તપાસમાં શું બહાર આવે છે અને જવાબદારો સામે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.
📲Get App