Education
જશુજીના મુવાડા પ્રાથમિક શાળામાં નિવૃત્તિ સન્માન સમારોહમાં શિક્ષક જશવંતસિંહ સોલંકીનું સન્માન..
Watch on:
▶️ YouTube
જશુજીના મુવાડા પ્રાથમિક શાળાએ આજે જશવંતસિંહ સોલંકીની નિવૃત્તિ સન્માન સમારોહનું આયોજન કરી તેમની શિક્ષણસેવા માટે હાર્દિક અભિનંદન પાઠવ્યું..
અરવલ્લીમાં-:
આજ રોજ અરવલ્લી જિલ્લામાં સાઠંબા તાલુકાના જશુજીના મુવાડા ખાતે જશુજીના મુવાડા પ્રાથમિક શાળામાં નિવૃત્તિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું.જેમાં સાંસદની હાજરીમાં તેમજ શાળાના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં શિક્ષક જશવંતસિંહ સોલંકીનું સન્માન કરવામાં આવ્યું અને તેમની વર્ષો લાંબી શિક્ષણસેવા માટે હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યું..
સમારોહમાં જશવંતસિંહ સોલંકીની શિક્ષણસેવા,વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરવાની તેમની ભૂમિકા અને સમાજના ઘડતરમાં આપેલ અમૂલ્ય યોગદાનને ઉજાગર કરવામાં આવ્યું.તેમની નિષ્ઠા અને સમર્પણને તમામ ઉપસ્થિતો દ્વારા સન્માનિત કરવામાં આવ્યું.નિવૃત્તિ બાદનું જીવન સુખમય, સ્વસ્થ અને આનંદમય રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી. શિક્ષકની સેવા હંમેશાં વંદનીય છે અને તેમની અનુભવો અને પ્રેરણા ભવિષ્યની પેઢીને માર્ગદર્શન આપશે, એમ સમારોહમાં વ્યક્ત કરવામાં આવ્યું.