🔥 TRENDING चांदनगांव मतदान बूथ पर महिलाओं‑पुरुषों... ঝাড়গ্রামে হেলমেট বাধ্যতামূলক: পুলিশ র... ઝાલોદની શ્રી કેસરીયાજી દશામા કોલેજ ઓફ... జడ్పీటీసీ అభ్యర్థి మట్ట వెంకట్ గారు తణ... हरदोई के सांडी मैं विद्युत पोल के पास... జడ్పీటీసీ అభ్యర్థి మట్ట వెంకట్ గారు తణ...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરમાં પહોંચી 'ડ્રગ્સ મુક્ત ભારત' સંદેશ લઈને લદ્દાખથી નીકળેલી બાઈક રેલી

✍️ Reporter: અક્ષરાતીથસિંહ વી ઝાલા 🗓 24 Oct 2026, 10:42 PM 👁 68
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

૩૧ ઓક્ટોબર 'રાષ્ટ્રીય એકતા દિવસ' નિમિત્તે લદ્દાખથી પ્રસ્થાન કરેલી ઝોન-૧ની બાઈક રેલી હિંમતનગર ખાતે પહોંચી, જ્યાં ૨૯૦થી વધુ સુરક્ષા જવાનોને સાબરકાંઠા પોલીસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

૩૧ ઓક્ટોબર 'રાષ્ટ્રીય એકતા દિવસ' નિમિત્તે દેશભરમાં 'ડ્રગ્સ મુક્ત ભારત'નો સંદેશ જન-જન સુધી પહોંચાડવા માટે વિશેષ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. લદ્દાખથી પ્રસ્થાન કરેલી ઝોન-૧ની આ બાઈક રેલી શામળાજી થઈને ગુજરાતના હિંમતનગર ખાતે આવી પહોંચી હતી, જ્યાં સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા રેલીમાં જોડાયેલા ૨૯૦થી વધુ સુરક્ષા જવાનોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

દેશભરમાં ચાર ઝોનમાં યોજાઈ રહેલી આ બાઈક રેલીઓમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) સહિત વિવિધ રાજ્યોના અદ્યતન જવાનો ઉત્સાહભેર જોડાયા છે. હિંમતનગર ખાતે પહોંચ્યા બાદ વિદ્યાનગરી કોલેજમાં એક વિશેષ ડ્રગ્સ વિરોધી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે યુવાનોને નશાથી દૂર રહેવા, સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને 'ડ્રગ્સ મુક્ત ભારત'ના નિર્માણમાં સક્રિય સહભાગી બનવા માટેનો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો.
📲Get App