🔥 ट्रेंडिंग सांप ने अजय पाल को काटा, तुरंत अस्पताल... निम्बा राम गार्सिया ने देलीकेट के चुना... हजारीबाग के करेडारी थाना में गोलीकांड:... भागलपुर के कोतवाली थाना स्थित टेक्नो म... उज्जैन के 11 मंदिरों के लिए 800 करोड़... उज्जैन के मंदिरों से 800 करोड़ जुटाने...
24 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

લીંબડી હાઈવે બ્રિજ અને સર્વિસ રોડની લાઈટો બંધ રહેવાથી અકસ્માતની દહેશત, વેપારી સંગઠન દ્વારા ધારાસભ્યને રજૂઆત

✍️ रिपोर्टर: Virendra bhai vyas 🗓 24 अक्टू. 2026, 04:53 PM 👁 31
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લીંબડી શહેરમાં હાઈવે ઓવરબ્રિજ અને સર્વિસ રોડની સ્ટ્રીટ લાઈટો લાંબા સમયથી બંધ હોવાથી રાત્રે અંધારપટ છવાઈ જાય છે. આ મુદ્દે શહેર વેપારી સંગઠન દ્વારા ધારાસભ્ય કિરીટસિંહ રાણાને આવેદનપત્ર પાઠવી લાઈટો વહેલી તકે ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે.

લીંબડી શહેર અને નેશનલ હાઈવે વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઈટો તેમજ ટાવર લાઈટો બંધ હોવાથી સ્થાનિકો અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. લીંબડી નેશનલ હાઈવે ઓવરબ્રિજ ઉપર તેમજ બ્રિજની બંને તરફ આવેલા સર્વિસ રોડની લાઈટો લાંબા સમયથી બંધ છે. ઉપરાંત, બ્રિજ પૂર્ણ થાય ત્યાં સુધીના વિસ્તારમાં અને સર્વિસ રોડ પરની ટાવર લાઈટો પણ બંધ હોવાથી રાત્રિના સમયે અંધારપટ છવાઈ જતો હોવાથી અકસ્માત સર્જાવાની પૂરેપૂરી સંભાવના રહે છે.

શહેરમાં આવેલી 4 ટાવર લાઈટોમાંથી સ્વામિનારાયણ મંદિર સામેની ટાવર લાઈટ પણ ઘણા સમયથી બંધ રહેતાં વેપારીઓ અને નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને લીંબડી શહેર વેપારી સંગઠન દ્વારા ધારાસભ્ય કિરીટસિંહ રાણાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

લીંબડી શહેર વેપારી સંગઠનના પ્રમુખ દિપકસિંહ વાઘેલા, જગદીદ મકવાણા, જીતેન્દ્ર જાની સહિતના હોદ્દેદારોએ ધારાસભ્ય કિરીટસિંહ રાણાને લેખિત રજૂઆત કરી છે. તેમણે હાઈવે બ્રિજ તથા ટાવર લાઈટ વહેલી તકે ચાલુ કરાવવા માંગ કરી છે, જેથી નાગરિકો અને વાહનચાલકોને સુરક્ષિતતા મળી શકે.
📲Get App