🔥 TRENDING Karnataka to Offer Discounted Fares on... Delhi Man Arrested in Karnataka Sting... Steffan Jones appointed bowling consul... India's Sitaram Raul Wins Wildlife Pho... Hacker group claims breach of 86.3 lak... 1 ਨਵੰਬਰ ਨੂੰ ਚੰਡੀਗੜ੍ਹ ਆਉਣਗੇ ਕੇਂਦਰੀ ਗ੍ਰਹ...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ રેલવે ફાટક પર ગંભીર બેદરકારી! ખુલ્લા ફાટક અને રેડ (લાલ) ટ્રાફિક સિગ્નલને કારણે અકસ્માતનો ભય

✍️ Reporter: Gilani Asikali 🗓 24 Oct 2026, 08:57 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ રેલવે વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. વિરમગામ રેલવે જંક્શન પાસે આવેલા રેલવે ફુલવાડી મિલ ફાટક પર ટ્રાફિક સિગ્નલ રેડ લાલ અને ફાટકની કામગીરીમાં બેદરકારી જોવા મળતી હોવાની ફરિયાદો ઉઠી છે.મળતી માહિતી મુજબ, રેલવે ફાટક ખુલ્લો હોય અને ટ્રાફિક સિગ્નલની સ્થિતિ રેડ લાલ ને કારણે વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ ઊભું થઈ શકે છે. રાત્રિના સમયે વાહનચાલકોને આવી પરિસ્થિતિમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.રેલવે ફાટક જેવી સંવેદનશીલ જગ્યાએ થોડી પણ બેદરકારી ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. તેથી સંબંધિત રેલવે વિભાગ દ્વારા આ બાબતની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને ફાટક તથા ટ્રાફિક સિગ્નલની કામગીરી યોગ્ય રીતે થાય તે સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.તંત્ર સમક્ષ માંગ: રેલવે ફાટકની કામગીરીની તપાસ કરી, જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવે અને વાહનચાલકોની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App