રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૬ની પૂર્વ તૈયારીઓ તેજ બન્યાં
આગામી તા. ૩૦ અને ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સરદાર સાહેબની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે.
આ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ગુજરાતના પાણી પુરવઠા મંત્રીશ્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જિલ્લા કલેક્ટરશ્રી ગંગા સિંઘ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.વી. વાળા સાથે એકતાનગર ખાતે આરોગ્ય વન, હેલિપેડ અને ટેબ્લો ડોમ સહિતનાં વિવિધ સ્થળોની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી.
બીજી તરફ, જિલ્લા કલેક્ટરશ્રી ગંગા સિંઘે રાજપીપળા ધાબા ગ્રાઉન્ડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિવિધ રાજ્યોમાંથી આવેલા કલાકારો દ્વારા રજૂ થનારા સાંસ્કૃતિક કાર્યક્રમોની રિહર્સલ નિહાળી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ કલાકારોને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને કલ્ચર ટીમ દ્વારા જરૂરી સહયોગ પૂરો પાડવામાં આવશે. તેમણે કલાકારોને ઉત્સાહપૂર્વક રિહર્સલ ચાલુ રાખવા પ્રોત્સાહિત કર્યા હતા અને આગામી કાર્યક્રમ માટે શુભકામનાઓ પાઠવી હતી.
સરદાર સાહેબની ૧૫૧મી જન્મજયંતીની ઉજવણીને લઈને એકતાનગરમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.