🔥 TRENDING આણંદ જિલ્લામાં આંકલાવ પોલીસ સ્ટેશનમાં... बारवी धरण प्रकल्पग्रस्तांना मिळणार अनु... Prabhas: Actor's Hidden Talent Reveale... Maharashtra MLC Election: Dr. Pratapsi... Maharashtra MLC Elections 2026: 182 Ca... Maharashtra Animal Husbandry Departmen...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

બગસરા અને અમરેલીમાં સાઇબર ફ્રોડના કેસમાં નોંધપાત્ર વધારો, પોલીસે સાવચેતીની અપિલ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 23 Oct 2026, 12:28 PM 👁 30
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બગસરા પંથક સહિત અમરેલી જિલ્લામાં છેલ્લા 11 મહિનામાં 8 કરોડ રૂપિયાની નુકશાન અને 1200થી વધુ ફરિયાદો નોંધાઈ, પોલીસે જનતા ને સાવચેતી અપાવી.

બગસરા પંથક સહિત સમગ્ર અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક મહિનાઓથી સાઇબર ફ્રોડના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. અમરેલી સાયબર ક્રાઇમ પોલીસના સૂત્રો મુજબ, અમરેલી શહેરમાં છેલ્લા 11 મહિનામાં નાગરિકોએ અંદાજે 8 કરોડ રૂપિયા ગુમાવ્યા છે અને 1,200થી વધુ ફરિયાદો નોંધાઈ છે.

ગુજરાત રાજ્યમાં 2026ના પહેલા સાત મહિનામાં 1.06 લાખથી વધુ સાઇબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ છે, જે દર કલાકે 21 કેસ સમાન છે. બગસરા વિસ્તારમાં સૌથી વધુ ત્રણ પદ્ધતિઓ દ્વારા ફ્રોડ થાય છે: (૧) એપિકે ફાઇલ ફ્રોડ, જ્યાં વોટ્સએપ પર પેન્શન કાર્ડ, KYC અપડેટ, વીજળી બિલ જેવા નામે એપિકે ફાઇલ મોકલીને મોબાઇલ હેક કરવામાં આવે છે; (૨) ઇન્વેસ્ટમેન્ટ એપ ફ્રોડ, જેમ કે SD Pay, APNA Pay જેવી એપમાં વધુ વળતરનું લાલચ આપીને રોકાણ કરાવવું; (૩) મુલ એકાઉન્ટ ફ્રોડ, જ્યાં મહિને કમિશનની લાલચ આપીને લોકોના બેંક ખાતા ભાડે લઈને પૈસા ફેરવવામાં આવે છે.

અમરેલી સાયબર ક્રાઇમ પોલીસએ આ પ્રકારના કેસોમાં સતત કાર્યવાહી કરી રહી છે અને ખાસ તપાસ ટીમ (એસઆઈટી)ની રચના પણ કરી છે. તાજેતરમાં, પોલીસએ 634 કરોડ રૂપિયાના વ્યવહારો પકડી 1,211 કરોડ રૂપિયાની સંપત્તિ ફ્રીઝ કરી છે.

પોલીસ નાગરિકોને અપીલ કરે છે કે કોઈ અજાણી લિંક પર ક્લિક ન કરે, અજાણી એપિકે ફાઇલ ડાઉનલોડ ન કરે, OTP કે યુપીઆઈ પિન કોઈને ન આપે. જો ફ્રોડ થાય તો તરત જ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરે અને cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવે.
📲Get App