🔥 TRENDING राजनांदगांव में शस्त्र पूजा के दौरान ह... લાલાતેલી ગ્રામ પંચાયતમાં રોડ અને બ્લોક... राजनांदगांव में शस्त्र पूजा के दौरान ह... ਪੀਰ ਬਾਬਾ ਸੁਨੇਤ ਵਲੀ ਸ਼ਾਹ ਜੀ ਦੀ ਦਰਗਾਹ 'ਤ... दशहरा તિબેટમાં થયેલા ભૂકંપમાં 16 લોકોનું મૃત...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

પારડીમાં ૨૧ વર્ષીય યુવક ગુમ, પોલીસ શોધમાં

✍️ Reporter: Makvana Chandravadan Bahadurblhai 🗓 23 Oct 2026, 10:52 AM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પારડી તાલુકાના પરિયા વેલવાગડ, તડી ફળિયા ખાતે રહેતા ૨૧ વર્ષીય વ્રતિકભાઈ વિજયભાઈ પટેલ 15-10-2026ની રાત્રે 8:30 વાગ્યે ઘરે થી નોકરી માટે નીકળ્યા અને પરત આવ્યા નથી, અને આજદિન સુધી ગુમ છે.

15 ઓક્ટોબર 2026ની રાત્રે 8:30 વાગ્યે પારડી તાલુકાના પરિયા વેલવાગડ, તડી ફળિયા ખાતે રહેતા ૨૧ વર્ષીય વ્રતિકભાઈ વિજયભાઈ પટેલ પોતાના ઘરેથી નોકરી માટે નીકળ્યા અને ત્યારબાદ પરત ફર્યા નથી. તેમની શોધખોળમાં કોઈ ભાળ મળી નથી અને તેઓ આજદિન સુધી ગુમ છે.

વ્રતિકભાઈ પાતળા, ઘઉંવર્ણ અને 5 ફૂટ 2 ઇંચ ઉંચાઈ ધરાવે છે. તેઓ મરૂન રંગના લાંબા બાંયના શર્ટ, કાળા રંગના પેન્ટ અને કાળા રંગના સેન્ડલ પહેરેલા હતા.

તેઓ ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. જો કોઈને પણ આ યુવકની ભાળ મળે તો પારડી પોલીસ સ્ટેશનનો 9879199199, પોલીસ કંટ્રોલ રૂમ નં. 02632-253333/242900 અને ઈ-મેઈલ sp-val@gujarat.gov.in પર સંપર્ક કરી જાણ કરવા વિનંતી છે.
📲Get App