🔥 TRENDING ਰੂਪਨਗਰ ਵਿੱਚ ਏਐਸਏਪੀ ਸਟੂਡੈਂਟ ਵਿੰਗ ਦੇ ਨਵੇ... જામનગર-રાજકોટ હાઈવે પર ફલા ગામ પાસે તૂ... मॉल में सरप्राइज चेकिंग के दौरान चोरी... भोर तालुक्यात दोन अल्पवयीन चुलत भावांक... કઠલાલ નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો –... रतनपुर में अवैध महुआ शराब के कारोबार प...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટના હેમુ ગઢવી હોલ પાછળ ખાઉં ગલીમાં ગેસની લાઈનમાં ભીષણ આગ, બે લોકો ઈજાગ્રસ્ત

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 23 Oct 2026, 04:24 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સબસ્ટેશન અને JCB પણ આગની ઝપેટમાં આવ્યાં, ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા
રાજકોટના હેમુ ગઢવી હોલ પાછળ આવેલી ખાઉં ગલીમાં ગેસની લાઈનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં નજીકમાં આવેલું સબસ્ટેશન અને JCB મશીન પણ તેની ઝપેટમાં આવી ગયાં હતાં.

આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ચિંતા અને દોડધામનો માહોલ જોવા મળ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન અંગેની વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
📲Get App