કુંકાવાવ તાલુકાના લુણીધાર ગામે મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત

લુણીધાર મુકામે રૂ. ૧૦ લાખના ખર્ચે કોઝ-વે અને સી.સી. રોડનું નિર્માણ કરાશે
અમરેલી, તા. ૨૨ ઓક્ટોબર
અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં કુંકાવાવ તાલુકાના લુણીધાર ગામે રાજ્યના ઉર્જા અને કાયદા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. લુણીધાર ગામે અંદાજિત રૂ. ૧૦ લાખના ખર્ચે કોઝ-વે અને સી.સી. રોડનું નિર્માણ કરવામાં આવશે. આ વિકાસકાર્યો પૂર્ણ થવાથી ગ્રામજનોને અવરજવરમાં વધુ સુવિધા મળશે તેમજ સ્થાનિક સ્તરે વાહનવ્યવહાર અને માર્ગસુવિધાઓ વધુ સુગમ બનશે.
રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓના વિકાસને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. માર્ગ અને અન્ય માળખાકીય સુવિધાઓના વિકાસથી ગ્રામજનોની દૈનિક અવરજવર સરળ બનવાની સાથે ગામના સર્વાંગી વિકાસને પણ વેગ મળશે. આ પ્રસંગે ગામના પશુપાલકશ્રી દિનેશભાઈના તબેલાની મુલાકાત લઈ અને મંત્રીશ્રીએ પશુપાલનની પ્રવૃત્તિ વિશે માહિતી મેળવી હતી. રાજ્યકક્ષાના મંત્રી તરીકે સફળતાપૂર્વક
એક વર્ષ પૂર્ણ કરવા બદલ આસપાસના વિસ્તારના કાર્યકર્તાઓએ મંત્રીશ્રીનું વિશેષ સન્માન કર્યુ હતું.
લુણીધાર ગામે હાથ ધરાનારા આ વિકાસકાર્યો ગ્રામજનો માટે ઉપયોગી સાબિત થશે અને ગ્રામ્ય માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી ડેનીભાઇ પરમાર, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી આશિષ ભાઈ અકબરી, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, અગ્રણી શ્રી મધુભાઈ હરખાણી, શ્રી પી. વી. વસાણી, સ્થાનિક સરપંચ શ્રી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.