🔥 TRENDING Karnataka Youth Scientists Honored wit... IAF Chief AP Singh Completes Final Fli... Bangalore Metro Enhances Digital Card... Aditya Bhandarkar Dominates DP World P... Baby Elephant Takes First Steps in Odi... Horticulture Dept. Offers Technical Su...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મહેસાણા એલ.સી.બી.એ પ્રોહીબીશનના બે ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડ્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 22 Oct 2026, 02:40 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે સતલાસણા અને અમીરગઢ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હાઓમાં દોઢેક વર્ષથી નાસતા ફરતા આરોપી અનુભા ઝાલાને મહેસાણા શહેરમાંથી પકડી પાડ્યો છે..

મહેસાણામાં-:
સતત પેટ્રોલીંગ દ્વારા મિલ્કત અને શરીર સંબંધી ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર રેન્જ) અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના સૂચના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) મહેસાણાના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ એમ. કામળીયાએ અલગ અલગ ટીમો બનાવીને આ કામગીરી હાથ ધરી હતી.ગઈ તારીખ ૨૧/૧૦/૨૦૨૬ ના રોજ એલ.સી.બી. મહેસાણાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.ડી. કાંકરેચા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કિરણજી ઉગાજી, પોલીસ કોન્સ્ટેબલ અક્ષયસિંહ વખતસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ વિશ્વનાથસિંહ પ્રતાપસિંહ મહેસાણા શહેર એ.ડી. વિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન બિલાડીબાગ નજીક પહોંચતાં પોલીસ કોન્સ્ટેબલ અક્ષયસિંહ અને વિશ્વનાથસિંહને ખાનગી રાહે સંયુકત બાતમી મળી હતી કે સતલાસણા પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુન્હો રજીસ્ટર નંબર ૧૧૨૦૬૦૬૨૫૦૨૩૮/૨૦૨૫ (પ્રોહી કલમ ૬૫(એ)(ઈ), ૮૧, ૮૩, ૯૮(૨) તથા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૪૦(૨)) અને અમીરગઢ પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુન્હો રજીસ્ટર નંબર ૧૧૧૯૫૦૦૩૨૬૦૬૫૧/૨૦૨૬ (પ્રોહી કલમ ૬૫(એ)(ઈ), ૧૧૬(બી), ૯૮(૨)) માં નાસતા ફરતા આરોપી અનુભા બાબુજી ઝાલા મહેસાણા સોમનાથ ચોકડી, હાઈવે રોડ પર ઊભો છે..

આ બાતમીના આધારે પોલીસ ટીમે હકીકતવાળી જગ્યાએથી આરોપી અનુભા ઉર્ફે સુનિલ બાબુજી કુંપાજી ઝાલા (રહે. ભલગામડા, તા. બેચરાજી, જિ. મહેસાણા) ને પકડી પાડ્યો હતો. આરોપીને સતલાસણા પોલીસ સ્ટેશનના ગુન્હામાં દોઢેક વર્ષથી અને અમીરગઢ પોલીસ સ્ટેશનના ગુન્હામાં ચારેક માસથી નાસતા ફરતો હતો. કલાક ૧૬:૫૦ વાગે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૫(૧) મુજબ મહેસાણા મુકામે તેને અટકાયત કરી, આગળની વધુ કાર્યવાહી માટે મહેસાણા શહેર એ.ડી. વિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.આ પ્રશંસનીય કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ એમ. કામળીયા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.ડી. કાંકરેચા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કિરણજી ઉગાજી, પોલીસ કોન્સ્ટેબલ અક્ષયસિંહ વખતસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ વિશ્વનાથસિંહ પ્રતાપસિંહનો સમાવેશ થાય છે.
📲Get App