National
ગાંધીનગર ખાતે કાઠી દરબાર સમાજ દ્વારા આયોજિત 'સ્વ. જેઠસુરબાપુ દાહાબાપુ ખાચર - કાઠિયાવાડ ભવન'ના લોકાર્પણ સમારોહમાં સહભાગી થવાનો અવસર ખૂબ આનંદપ
આ પ્રસંગે પધારેલા પૂજ્ય સંતો-મહંતોના પાવન આશીર્વાદ પ્રાપ્ત કર્યા, તેમજ સમાજના શ્રેષ્ઠીઓની સન્માનનીય ઉપસ્થિતિ વચ્ચે ભવન નિર્માણમાં ઉદાર હાથે દાન આપનાર દાતાશ્રીઓનું બહુમાન કર્યું. કા
ગાંધીનગર ખાતે કાઠી દરબાર સમાજ દ્વારા આયોજિત 'સ્વ. જેઠસુરબાપુ દાહાબાપુ ખાચર - કાઠિયાવાડ ભવન'ના લોકાર્પણ સમારોહમાં સહભાગી થવાનો અવસર ખૂબ આનંદપૂર્ણ રહ્યો.
આ પ્રસંગે પધારેલા પૂજ્ય સંતો-મહંતોના પાવન આશીર્વાદ પ્રાપ્ત કર્યા, તેમજ સમાજના શ્રેષ્ઠીઓની સન્માનનીય ઉપસ્થિતિ વચ્ચે ભવન નિર્માણમાં ઉદાર હાથે દાન આપનાર દાતાશ્રીઓનું બહુમાન કર્યું.
કાઠી દરબાર સમાજ તેના ગૌરવશાળી ઇતિહાસ, શૌર્ય, ઉદારતા, વિવેક અને મર્યાદા માટે સદાય વંદનીય રહ્યો છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત 'સૌરાષ્ટ્રની રસધાર'માં પણ આ ખમીરવંતી કોમની વીરતા અને ખાનદાનીની ગાથાઓ અમર થયેલી છે. આવી ગૌરવવંતી પરંપરા ધરાવતો સમાજ જ્યારે શિક્ષણને સર્વોચ્ચ પ્રાધાન્ય આપી રહ્યો છે તે ખૂબ જ આશાસ્પદ અને સરાહનીય પગલું છે.
અદ્યતન લાઇબ્રેરી, સ્માર્ટ ક્લાસરૂમ અને ઉત્તમ ભોજનાલય જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ આ 'કાઠિયાવાડ ભવન' યુવાનોને ઉચ્ચ શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની ઉત્કૃષ્ટ તૈયારીઓ માટે પ્રેરણાદાયી મંચ પૂરું પાડશે.
સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને યુવાનો શિક્ષણ ક્ષેત્રે નવા શિખરો સર કરે તેવી હાર્દિક શુભકામનાઓ.
આ પ્રશંસનીય કાર્ય માટે સમગ્ર કાઠી દરબાર એજ્યુકેશન ટીમ તથા સમાજને ખૂબ-ખૂબ અભિનંદન. ઈષ્ટદેવ શ્રી સૂર્યનારાયણ ભગવાનના રૂડા આશીર્વાદ સદાય સમાજ પર વરસતા રહે તેવી અભ્યર્થના. માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ