🔥 TRENDING वाराणसी के काशी जोन में धोखाधड़ी के आर... ਬਠਿੰਡਾ ਜ਼ਿਲ੍ਹੇ ਵਿੱਚ ਪੋਲਿੰਗ ਸਟੇਸ਼ਨਾਂ ਦੀ... ભરૂચની શ્રવણ ચોકડીમાં બે વાહનોની ટક્કર... सड़क हादसे में दो युवकों कि हुई मौत From Vijaykumar Patil GeM Portal Purchases to Face Strict Pr...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે ગાંધીનગર ખાતે કાઠી દરબાર એજ્યુકેશન ટ્રસ્ટના 'કાઠિયાવાડ ભવન'નું લોકાર્પણ

✍️ Reporter: Atul Thakor 🗓 22 Oct 2026, 06:14 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે ગાંધીનગર ખાતે કાઠી દરબાર એજ્યુકેશન ટ્રસ્ટના 'કાઠિયાવાડ ભવન'નું લોકાર્પણ તેમજ આ ભવન નિર્માણમાં યોગદાન આપનાર તમામ દાતાશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ' મંત્રને દોહરાવતાં કહ્યું હતું કે, શિક્ષણ એ માત્ર વ્યક્તિગત પરિવર્તનનું સાધન નથી, પરંતુ સમગ્ર સમાજ અને રાષ્ટ્ર નિર્માણનું શક્તિશાળી માધ્યમ છે. શહેરોમાં રહીને અભ્યાસ કરતા યુવાઓને અભ્યાસ સાથે આવાસની સુવિધા આપવા માટે વિવિધ સમાજોના ભવનો સરકારના પ્રયાસોમાં પૂરક બનીને સમાજના સહયોગથી વિકાસને વધુ વ્યાપક બનાવે છે એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ 'વિકસિત ભારત-2047'ની નિર્માતા એવી યુવાશક્તિના ભવિષ્યને કેન્દ્રમાં રાખીને કાઠી દરબાર એજ્યુકેશન ટ્રસ્ટના ભગીરથ પ્રયાસ બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, કાઠિયાવાડની ધરતી ધર્મ, ભક્તિ અને શૌર્યની સમૃદ્ધ પરંપરાનો વારસો ધરાવે છે. કાઠી સમાજે પોતાની ગૌરવશાળી પરંપરાને જાળવી રાખીને શિક્ષણ, જ્ઞાન, કૌશલ્ય અને આધુનિક વિચારધારા દ્વારા સમાજને નવી ઊંચાઈઓએ લઈ જવાના કરેલા સંકલ્પની સરાહના કરવાની સાથોસાથ મુખ્યમંત્રીશ્રીએ 'વિકસિત ભારત, વિકસિત ગુજરાત' સંકલ્પમાં કાઠી સમાજને સહભાગી બની પર્યાવરણ સંરક્ષણ માટે 'એક પેડ મા કે નામ', 'વોકલ ફોર લોકલ' અને 'સ્વચ્છતા' જેવા અભિયાનોમાં યોગદાન આપવા આહવાન કર્યુ હતું.
📲Get App