🔥 ट्रेंडिंग वाराणसी के गोदौलिया चौराहे पर तीन मंजि... रूस ने सिर्फ सितंबर महीने में 6.2 टन (... नरसिंहपुर में दशहरा का शांतिपूर्ण उत्स... बहेड़ी के गन्ना किसानों की पीड़ा: केशर... मुरादाबाद के कुंदन नगर में 100 फीट ऊंच... Triple akshmat
22 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દોઢ કરોડના અંગ્રેજી દારૂના ગુનામાં નાસતા આરોપીને રાજકોટ રેન્જ ટીમે ઝડપી પાડ્યો

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 22 अक्टू. 2026, 04:20 PM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દોઢ કરોડના અંગ્રેજી દારૂના ગુનામાં નાસતા આરોપીને રાજકોટ રેન્જ ટીમે ઝડપી પાડ્યો
==================
SMC દ્વારા પકડાયેલા દારૂના જથ્થાના ગુનામાં છેલ્લા નવ મહિનાથી નાસતા આરોપીને ઝડપી પાડી દશાડા પોલીસને સોંપ્યો સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પકડવામાં આવેલા દોઢ કરોડ રૂપિયાના અંગ્રેજી દારૂના ગુનામાં છેલ્લા નવ મહિનાથી નાસતા ફરતા આરોપીને રાજકોટ રેન્જની ટીમે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, SMC દ્વારા અંગ્રેજી દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા અને લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહેતા આરોપીને શોધી કાઢવા માટે રાજકોટ રેન્જના પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS)ના માર્ગદર્શન હેઠળ તથા રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલ નાયબના માર્ગદર્શન મુજબ પોલીસની ટીમે આરોપીને શોધી કાઢવા માટે માનવસ્રોતો અને ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કર્યો હતો.
આ કામગીરી દરમિયાન પોલીસને મળેલી બાતમી અને ટેકનિકલ વિશ્લેષણના આધારે છેલ્લા નવ મહિનાથી નાસતા ફરતા આરોપી આકીબખાન એલમખાન જતભલેક, રહે. પીપળી, તા. પાટડી, જિ. સુરેન્દ્રનગર,ને દશાડા હોટલ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ કામગીરીમાં રાજકોટ રેન્જના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફના યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, હિતેશભાઈ જોગરાણા, અજયવીરસિંહ ઝાલા, દિલીપસિંહ સાંધવ, કનકસિંહ પરમાર અને રાજુભાઈ પઢેરિયા સહિતના કર્મચારીઓ જોડાયા હતા.
ઝડપાયેલા આરોપીને સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવ્યો છે. આ ગુનામાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App