🔥 TRENDING बड़वानी में भावभीनी श्रद्धांजलि के साथ... Khordha Murder Case Cracked Within 48... Kanak News Odisha launches live 3 PM b... Youth shot dead during Durga immersion... निषाद पार्टी ने बीजेपी को आरक्षण पर अल... सीएम हेल्पलाइन शिकायत निराकरण में जबलप...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મંગરોળમાં સામુદ્રી માતાજી મંદિર પર નવરાત્રીમાં આઠમ હવન સંપન્ન

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 21 Oct 2026, 10:13 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મંગરોળમાં આવેલ પ્રાચીન સામુદ્રી માતાજી મંદિર પર નવરાત્રી દરમિયાન આઠમ નોમ સંધિકાળ માં હવન સંપન્ન થયું, જ્યાં પૂજારી શ્રી દિલીપભાઈ જોશી અને ગાયત્રી પરિવારના યગ્નનું સંચાલન કરે છે.

મંગરોળમાં વેરાઈ ફળિયા ખાતે આવેલ પ્રાચીન સામુદ્રી માતાજી મંદિર પર આઠમ નોમ સંધિકાળ માં હવન સંપન્ન થયું.

હવન પૂજારી શ્રી દિલીપભાઈ જોશી જેઓ અતિ ધાર્મિક વ્યક્તિત્વ ધરાવે છે અને ગાયત્રી પરિવાર દ્વારા અવિરત ચાલતા ગાયત્રી યગ્નઃ ના પણ સંચાલક છે. કોરોના લોકડાઉન દરમિયાન તેમણે પોતાના નિવાસ પર ગાયત્રી હવન અખંડિત રાખ્યું.

નવરાત્રી અને અન્ય ધાર્મિક તહેવારોમાં મંદિર ખાતે વિશેષ પૂજા-અર્ચના, દીપમાળા અને ધાર્મિક અનુષ્ઠાન યોજાય છે. સ્થાનિક લોકો પોતાની માન્યતાઓ પૂરી કરવા માટે અહીં શીશ ઝુકાવવા આવે છે.

મંદિરનું દશા અને વિશા વણિક સમાજ તથા કંડોળીયા બ્રાહ્મણ સમાજના કુળદેવી તરીકે માનવામાં આવે છે. મંદિર અતિ પ્રાચીન પૌરાણિક મંદિર છે.અહીં ફોટા પાડવા પર સખ્ત મનાઈ છે.
📲Get App