🔥 TRENDING ਸ਼ਹੀਦ-ਏ-ਆਜ਼ਮ ਭਗਤ ਸਿੰਘ ਦੇ ਬੁੱਤ ਨਾਲ ਛੇੜਛਾ... ਫੋਕਲ ਪੁਆਇੰਟ ਮੰਡੀਆਂ 'ਚ ਝੋਨੇ ਦੀ ਸਰਕਾਰੀ ਖ... mathura vrindavan सांसद हेमा मालिनी ब... Uttarakhand CM Announces Upcoming Recr... Actor Rajpal Yadav Rebukes Uttarakhand... Dr. Dhal Singh Bisen sworn in as Uttar...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

કચ્છના દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સે શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે વિશેષ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરી

✍️ Reporter: Rameshbhai Ven 🗓 21 Oct 2026, 07:26 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કચ્છના દરિયાઈ વિસ્તારોમાં સુરક્ષા વધારવા માટે મરીન ટાસ્ક ફોર્સ જખૌ સેક્ટર દ્વારા ૧૭ ઓક્ટોબરે વિશેષ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.

કચ્છના દરિયાકાંઠે સુરક્ષા અને તકેદારીના ભાગરૂપે મરીન ટાસ્ક ફોર્સ જખૌ સેક્ટર દ્વારા ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ વિશેષ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન યક્ષ મંદિર, પિંગલેશ્વર કમંડ, કડુલી અને સુથરી સહિતના દરિયાઈ તટીય વિસ્તારોમાં અલગ-અલગ ટીમો બનાવી બોટ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

આ કામગીરી દરમિયાન માછીમારોને અજાણ્યા અને શંકાસ્પદ વ્યક્તિઓ તેમજ શંકાસ્પદ બોટો પર ખાસ નજર રાખવાની સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત, કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક જાણ કરવા માટે પણ માછીમારોને સૂચના આપવામાં આવી હતી.

મરીન ટાસ્ક ફોર્સના એડીજીપી શ્રી અમિત વિશ્વકર્મા, ડીઆઈજીપી શ્રી એ.એમ. મુનિયા અને એસપી શ્રી એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા અને સંભવિત શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવાના હેતુથી આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
📲Get App